<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

રાજકોટ બાર એસો. દ્વારા મહિલા વકીલો અને કોર્પોરેટર વકીલોનો સન્‍માન સમારોહ યોજાયો

કાયદાના વિવિધ વિષયો ઉપર તજજ્ઞો દ્વારા કાનુની માર્ગદર્શન અપાયું: રપ વર્ષથી વધુ સમયની પ્રેકટીસ ધરાવતા મહિલા વકીલો સાથે કોર્પોરેટરો તરીકે ચુંટાયેલ વકીલોનું અદકેતરૂં સન્‍માનઃ બાર કાઉન્‍સીલના દિલીપ પટેલના માર્ગદર્શન હેઠળ બાર એસો. દ્વારા કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

રાજકોટઃ બાર એસો. દ્વારા આજે પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી બાજપેઇ હોલ ખાતે મહિલા વકિલો અને વકિલ કોર્પોરેટરોનું સન્‍માન કાર્યક્રમ સાથે લીગલ સેમિનાર પણ યોજાયો હતો. જેમાં કાનુની વિષયો ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. (તસ્‍વીરોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા ૨૮: રાજકોટ બાર એસો દ્વારા આજે નારી વંદના કાર્યક્રમ અંતર્ગત ૨૫ વર્ષથી વધુ સમયની પ્રેક્‍ટિસ કરનાર મહિલા વકીલો તેમજ રાજકોટના ૯ વકીલો કે જેઓ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ છે તેઓનો સન્‍માન સમારોહ યોજાયો હતો આ સાથે કાયદા ના વિષયો ઉપર તજજ્ઞો દ્વારા લીગલ સેમિનાર પણ યોજાયો હતો અને વકીલોને વિવિધ વિષયો ઉપર કાનૂની માર્ગદર્શન આપ્‍યું હતું

 રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ કે જાડેજા, જોઇન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્રભાઈ ગોંડલીયા પ્રગતિબેન માકડીયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતનભાઇ મંડ તથા બાર કાઉન્‍સિલના કો-ચેરમેન દિલીપ પટેલના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમનુંભવ્‍ય આયોજન કરેલ હતું ત્રિવેણી સંગમરૂપી આ કાર્યક્રમમાં ત્રણ વિષય ઉપર લેક્‍ચર તથા ૨૫ વર્ષથી વધુ વકીલાત કરનાર મહિલા ધારાશાષાીઓનુ અદકેરુ સન્‍માન અને વકીલાત કરતા કરતા કોર્પોરેટર બનેલા નવ  વકીલોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું રાજકોટ બાર એસોશિયેશનમાં વર્ષોથી વકીલાત ક્ષેત્રમાં યોગદાન આપતી મહિલા ધારાશાષાીઓના સન્‍માન અર્થે નારી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ  અને તમામ વકીલ ધારાશાષાીને સન્‍માન સાથે આકર્ષક ગિફ્‌ટ આપવામાં આવી હતી ગુજરાતમાં મહિલા ધારાશાષાીનું આટલી મોટી સંખ્‍યામાં પ્રથમવાર સન્‍માન થયેલ હોય. રાજકોટ બાર એસોસિયેશન એ રાજકોટની નામના વધારેલ છે.   રાજકોટ બાર એસોસિએશન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમની હારમાળા સર્જવામાં આવેલ છે. વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજવામાં આવેલ છે.હાઇકોર્ટ બેંચ માટે આ વર્ષે  રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટેના પ્રયત્‍ન કરવામાં આવેલ છે. આ વર્ષે ધારાશાષાી માટે આધુનિક કાનૂની ક્ષેત્રની જાણકારી મળે તે માટે તે હેતુથી ડિજિટલ એવિડન્‍સ, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍ટ  (A.I) જેવા મહત્‍વના વિષય ઉપર સેમીનાર  યોજેલ છે. આ ઉપરાંત મહિલાને લગતા કાયદા અંગે પણ નિષ્‍ણાતો દ્વારા સેમિનાર યોજેલ છે. આ ત્રણ વિષય ઉપર ગુજરાતના નામાંકિત  તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું    આજનો આ ભવ્‍ય કાર્યક્રમ હોવા છતાં સેમીનારમા માત્ર સો રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવેલ હતી માથાદીઠ સંખ્‍યાને ધ્‍યાનમાં લઈ વહેલા તે પહેલાના ધોરણે ધારાશાષાીઓ લાયબ્રેરીમાં  રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું અને મોટી સંખ્‍યામાં આ સેમિનારમાં વકિલો ઉપસ્‍થિત રહ્યા હતા .આ આયોજનને સફળ બનાવવા કારોબારી સભ્‍યો હિરલબેન જોશી, નિશાબેન લુણાગરિયા, મીનલબેન સોનપાલ, સ્‍તવન મહેતા, ભાર્ગવ પંડ્‍યા, વિજય રૈયાણી સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્‍પેશ સાકરીયા, દીપ વ્‍યાસ તેમજ કો-મેમ્‍બર રક્ષાબેન ઉપાધ્‍યાય આ આયોજનને સફળ બનાવવા મહિલા બાર એસોસિયેશનના પ્રમુખ નયનાબેન ચૌહાણ, મહેશ્વરીબેન ચૌહાણ, બીનલબેન રવેશિયા, ધારાબેન મૂળશા તથા નોટરી એસોસિયેશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, દિલીપ મહેતા, યોગેશ ઉદાણી, આર. ડી. ગોહિલ, રેવન્‍યુ બાર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, વિજય તોગડિયા તેમજ ક્‍લેમ બારના પ્રમુખ નિકુંજ શુક્‍લા, પ્રિયાંક ભટ્ટ, રાજેશ મહેતા સહિતના તમામ બાર એસોશિયેશન હોદ્દેદારો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અટલ બિહારી બાજપાઈ હોલમાં આજે શનિવારે સવારે ૮-૦૦ વાગ્‍યાથી બપોરે ૨-૦૦ વાગ્‍યા યોજાયેલ હતો.

(3:27 PM IST)