૩ વિમાન - ૧ ટ્રેનને બોંબથી ફુંકી મારવા ધમકી : એર ઇન્ડિયાની મુંબઇથી ન્યૂયોર્ક ફલાઇટ તથા ઇન્ડીગોની બે ફલાઇટને બોંબની ધમકી મળતા અફડાતફડી : સઘન તપાસ : અનેક ફલાઇટોના સમયપત્રક ખોરવાયા : મુંબઇ - હાવડા મેલને પણ બોંબથી ઉડાવી દેવા ધમકી : આજે તમે લોહીના આંસુથી રડશો, આજે ફલાઇટમાં અને ૧૨૮૦૯ ટ્રેનમાં બોંબ મુક્યો છે : નાસિક આવતા પહેલા ધડાકો થશે : તપાસ બાદ કશુ વાંધાજનક ન મળ્યું3:00 PM IST
પાડોશી દેશે અદાણીને આપ્યો ફટકો: શ્રીલંકાના મોટા પ્રોજેક્ટમાં અવરોધ : જાણો સરકારે શું કહ્યું? : શ્રીલંકાના પ્રમુખ ડિસાનાયકેએ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર આ પ્રોજેક્ટને રદ કરશે. તેમની પાર્ટી NPP એ દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટ શ્રીલંકાના ઉર્જા ક્ષેત્રની સાર્વભૌમત્વ માટે ખતરો છે 7:17 PM IST
આવા હતા આપણા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ : રાષ્ટ્રપતિ હોવા છતાં તેમણે મહેમાનોનો ખર્ચ ઉઠાવ્યો : 24 બાળકોના જીવ પણ બચાવ્યા : આવતીકાલે 15 ઓક્ટોબરે દેશના 11મા રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન તરીકે જાણીતા ડૉ. એપીજે અબ્દુલ કલામની 93મી જન્મજયંતિ : શ્રી કલામના જન્મદિવસને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે : તેથી આજે અમે તમને કલામ સાહેબના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવીશું જે તેમની સાદગી, નમ્રતા, સમર્પણ અને ઈમાનદારીનું ઉદાહરણ છે.7:16 PM IST
ભારતે કેનેડિયન હાઈ કમિશનરને તેડાવ્યા :હરદીપ સિંહ નિજ્જર કેસમાં ટ્રુડોના આરોપો પર ભારતનું કડક વલણ : હરદીપ સિંહ નિજ્જર કેસમાં કેનેડાના આરોપો પર ભારતે કેનેડાના રાજદ્વારીને સમન્સ પાઠવ્યુ : અગાઉ કેનેડાએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરને શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે જોડ્યા હતા.7:15 PM IST
શું કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બની શકે ? ભગવંત માનને કરાઈ રહ્યા છે સાઇડલાઇન :સમજો આ સંકેત : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પકડ નબળી પડતી કેજરીવાલની હવે પંજાબના મુખ્યમંત્રી પદ પર નજર: જો પાર્ટી 2025ની ચૂંટણી પછી દિલ્હીમાં સત્તાથી બહાર થઈ જાય છે, તો કેજરીવાલ પંજાબનું નેતૃત્વ કરવાનું વિચારી શકે 6:10 PM IST
જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો : શાકભાજીના ભાવવધારાની અસર : ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારા વચ્ચે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ફુગાવો વધીને ૧.૮૪ ટકા થયો હતો : આના એક મહિના પહેલા એટલે કે ઓગસ્ટમાં તે ૧.૩૧ ટકા હતો : સપ્ટેમ્બરમાં બટાટા અને ડુંગળીનો ફુગાવો અનુક્રમે ૭૮.૧૩ ટકા અને ૭૮.૮૨ ટકાના સ્તરે ઊંચો રહ્યો હતો3:32 PM IST
૭ વર્ષમાં ૪૦૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું : રોજનુ સરેરાશ ૧૫ કરોડ ! : ગુજરાત પર ડ્રગ્સનું કલંક..નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો : સવાલ એ છે કે દરરોજ ૧૫ કરોડનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ કયાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને કયાં જાય છે તેની ખબર નથી3:33 PM IST
છત્તીસગઢનાં સૂરજપુરમાં પોલીસકર્મીની પત્ની અને પુત્રીની હત્યા : ભીડ કાબૂ બહાર થઈ : એસડીએમ પોતાનો જીવ બચાવવા ભાગ્યા : આરોપીઓએ બંનેના મૃતદેહને ઘટનાસ્થળથી ચાર કિલોમીટર દૂર ખાડામાં ફેંકી દીધા : મોડી રાત્રે અજાણ્યા લોકોએ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની મેહનાઝ અને તેની પુત્રી આલિયાની મહાગવનમાં ભાડાના મકાનમાં બળજબરીથી ઘૂસીને તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી નાખી5:55 PM IST
બાબા સિદ્દીકીને 34 ગોળીઓથી ગોળી મારવાની યોજના હતી, 30 દિવસ સુધી ભાડાના રૂમમાં શૂટરોએ શું કર્યું? ધરમરાજ રાધે કશ્યપ અને ગુરમેલ સિંહ. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ બાદ પોલીસને આ ષડયંત્ર અંગે ઘણી મહત્વની કડીઓ મળી : પોલીસે રવિવારે રાત્રે શુભમ લોંકરના ભાઈ પ્રવીણ લોંકરની પણ ધરપકડ કરી હતી ઓફિસમાંથી બહાર નીકળતી વખતે સિદ્દીકીની હત્યા : ત્રણેય શૂટરો ઓટોમાં આવ્યા હતા : શૂટર્સને એડવાન્સ તરીકે 50-50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા5:09 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરણ જોહર સાથે શરૂ કરી : ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવાની યોજના બનાવી : અગાઉ મૂલ્યાંકન અંગે મતભેદને કારણે અગાઉના સોદા નિષ્ફળ ગયા હતા : ધર્મા પ્રોડક્શન્સે નાણાકીય વર્ષ 23 માં તેની આવકમાં લગભગ ચાર ગણો વધારો નોંધાવ્યો હતો જે રૂ. 1,040 કરોડ થયો હતો, જ્યારે ચોખ્ખો નફો 59% ઘટીને રૂ. 11 કરોડ થયો હતો4:49 PM IST
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો 1.84% વધ્યો, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા : ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને 1.84% થયો, જે ઓગસ્ટમાં 1.31% હતો ખાદ્ય ફુગાવો 11.53% પર પહોંચી ગયો : જ્યારે શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળો 4:25 PM IST
ફરી એકવાર શેર બજારમા રોનક છવાઈ : સેન્સેક્સ અને નિફ્ટી સારા ઉછાળા સાથે બંધ થયા : આઇટી અને બેન્કિંગમાં વધારો : નિફ્ટી મેટલ ઘટાડા સાથે બંધ થયો : ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક અને એલએન્ડટીના શેરોએ આજે બજારને ઉંચકવામાં મહત્વની ભૂમિકા ભજવી : મારુતિ સુઝુકીનો શેર 1.87% ઘટીને રૂ. 12,538 પર બંધ થયો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 1.46% ઘટીને રૂ. 158.32 પર બંધ થયો4:24 PM IST
દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા આવતીકાલે ભારતનો સૌથી મોટો IPO લોન્ચ કરશે : કંપની દ્વારા અંદાજે રૂ. 27,870 કરોડ એકત્ર કરવાની યોજના : કંપનીએ 1998 થી માર્ચ 31, 2024 સુધીમાં ભારતમાં અંદાજે 12 મિલિયન પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું છે જેમાં નિકાસનો પણ સમાવેશ : નાણાકીય વર્ષ 2024માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડની કુલ આવક 71,302 કરોડ રૂપિયા અને નફો 6,060 કરોડ રૂપિયા હતો4:13 PM IST
ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ અને ઈરાનના વધતા હુમલાઓને જોઈને અમેરિકા પણ આડકતરી રીતે આ યુદ્ધમાં કૂદી પડ્યું : અમેરિકાએ ઇઝરાયેલમાં THAAD તૈનાત કરવાની જાહેરાત કરી : જેના કારણે હવે ઈરાન અને હિઝબુલ્લાહ બંનેની મુશ્કેલીઓ વધશે : THAAD અને તેના ઉપયોગથી ઈઝરાયેલને શું ફાયદો થશે ? અમેરિકાની THAAD મિસાઇલ કેવી રીતે કામ કરે છે ?4:28 PM IST
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ફાટી નીકળેલી હંગામો : અનેક વાહનો અને દુકાનોને આગ ચાંપી દીધી : STF ચીફ અમિતાભ એક્શનમાં : પિસ્તોલ સાથે બદમાશોનો પીછો કર્યો : ફાયરિંગમાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાની અંતિમયાત્રામાં સામેલ લોકોએ હોબાળો મચાવ્યો : ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી 4:11 PM IST
અરબી સમુદ્રની સિસ્ટમ ગતરાત્રે વધુ મજબૂત થઇ ડીપ્રેશનમાં ફેરવાઇઃ આજે અને કાલે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ : બંગાળની ખાડીમાં લો પ્રેસરઃ તામિલનાડૂ-આંધ્રના કાંઠે ટકરાશેઃ ગુજરાતમાં ખૂબ સિમિત વિસ્તારમાં ૧૮-૧૯-ર૦ હળવા ભારે ઝાપટા પડશે : કાલથી વરસાદના વિસ્તારો-તીવ્રતામાં ઘટાડો થશેઃ ૧૬ તારીખે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપડા પડશે3:34 PM IST
ઈરાને આપી અમેરિકાને ખુલ્લી ધમકી: કહ્યું- ઇઝરાયેલથી દૂર રહો: અમારા હિતોની રક્ષા માટે કોઈપણ હદે જઈ શકીએ : ર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકા ઈઝરાયેલને રેકોર્ડ માત્રામાં હથિયારો પહોંચાડી રહ્યું છે:. ઓપરેશન માટે પોતાના સૈનિકોને તૈનાત કરીને અમેરિકા પણ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યું છે.9:28 AM IST
આવતીકાલથી દેશનો સૌથી મોટો IPO ખુલશે : ઈસ્યુનું કદ રૂ. ૨૭,૮૭૯.૧૬ કરોડ : ઓટો સેક્ટરની દિગ્ગજ હ્યુન્ડાઈની ભારતીય એકમ હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે : પ્રાઇસ બેન્ડ કંપની દ્વારા ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૮૬૫-૧૯૬૦ નક્કી કરવામાં આવી છે : શેર હાલમાં ગ્રે માર્કેટમાં રૂ.૬૫ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે3:31 PM IST
બહરાઈચમાં તણાવ યથાવત :ગોળીબારમાં માર્યા ગયેલા યુવકના શબને લઈ તાલુકા તરફ આગળ વધતા ગ્રામજનો : બહરાઈચના રામગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મંસૂર ગામથી નીકળેલી દુર્ગા મૂર્તિ વિસર્જન યાત્રા મહારાજગંજ બજારમાં પહોંચી ત્યારે 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાને ધાર્મિક સ્થળની સામે ડીજે વગાડવા બદલ એક ખાસ સમુદાયના લોકોએ ગોળી મારી હત્યા કરી હતી1:07 PM IST
મુકેશ અંબાણી દ્વારા સેટેલાઇટ સ્પેક્ટ્રમ માટે લોબિંગ ચાલુ :એલોન મસ્કની કંપની સ્ટારલિંકથી લાગે છે ડર : મુકેશ અંબાણીની રિલાયન્સે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ પાસેથી સ્થાનિક સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમ માટે હરાજી માંગી જ્યારે એલોન મસ્કની સ્ટારલિંક વહીવટી ફાળવણી પદ્ધતિને સમર્થન આપ્યું અંબાણીએ દલીલ કરી હતી કે ટ્રાઈએ વહીવટી તરીકે સ્પેક્ટ્રમ ફાળવણીને ખોટી રીતે નક્કી કરી .1:28 PM IST
કાનપુર-ઈટાવા હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રોલી સાથે અથડાયા બાદ કાર ડમ્પર સાથે અથડાઈ:પાંચ લોકોના મોત : સવારે ભૈતી ધલ પાસે એક ડમ્પરે અચાનક બ્રેક લગાવી જેના કારણે પાછળથી આવતી અલ્ટો કાર તેની સાથે અથડાઈ પછી પાછળથી આવતી ટ્રોલીએ પણ કારને ટક્કર મારી:ચાર વિદ્યાર્થીઓ અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિના મોત 11:52 AM IST
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું માર્કેટ માત્ર ૧૧ વર્ષમાં ત્રણ ગણું વધી ગયું : નોતરે છે ડાયાબીટીસ : ૨૦૧૧માં આ માલનું માર્કેટ ૭૨૩ અબજ રૂપિયાનું હતુ : ૨૦૨૨ સુધીમાં તે ત્રણ ગણાથી વધુ રૂા. ૨૫૩૫ કરોડ થઇ જશે જેમ જેમ લોકોની આવક વધી રહી છે તેમ ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું બજાર ઝડપથી વધી રહ્યું છે11:26 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ10:57 AM IST
જૈન સાધુ પર અભદ્રતાનો આરોપ લગાવનાર પરિવારને 10 વર્ષ માટે જૈન સમાજમાંથી કાઢી મૂકવામાં આવ્યો : જૈન સમુદાયે છતરપુરના ઘુવારામાં જૈન સાધુ વિશાંત સાગર મહારાજ સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાના આરોપીને સમાજે કાઢી મુક્યો :આ આરોપીઓ અને તેમના પરિવારના સભ્યોને કોઈપણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રિત કરાશે નહીં 10:31 PM IST
પ્રથમ 100 દિવસ: 25 દેશોનો પ્રવાસ અને 50 રાષ્ટ્રાધ્યક્ષોને મળ્યા :વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં પણ અદભૂત કૂટનીતિ દેખાઈ : વિદેશી મોરચે મોદી સરકાર (મોદી વર્લ્ડ ડિપ્લોમસી) કેવી રીતે હિટ સાબિત થઈ રહી છે તેનો સાક્ષી એ છે કે ભારત સરકારે ઘણા વિદેશી નેતાઓ સાથે તેનો તાલમેલ વધાર્યો અને ઘણા કરારો પણ કર્યા10:41 PM IST
દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા : 5000 કરોડનું કોકેઈન ઝડપાયું. : દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર ગુજરાતની એક ડ્રગ કંપની પર દરોડો પાડીને 518 કિલો કોકેઈન જપ્ત કર્યું:અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો 11:09 PM IST
નરસિંહપુરમાં ગાયનું માથું અને પગ કાપીને રસ્તા પર ફેંકી દેવાતા ભારે હંગામો: હિંદુ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો : અસામાજિક તત્વોએ ગાયનું માથું અને ચાર પગ કાપીને રસ્તા પર ફેંકી દીધા; રોષે ભરાયેલા લોકોએ નરસિંહપુરમાં બંધનું એલાન આપીને વિરોધ કર્યો:પોલીસે કેટલાક શકમંદોને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી11:36 PM IST

મહિલાઓમાં આનંદો.....

વિસર્જન

દેશી બનાવટ......

ભક્તોનો જમાવડો......

ધરણા.....

પાલખી યાત્રા.....
અકિલા સોશ્યિલ મીડિયા7થી 15 ઓક્ટોબર – વિકાસ સપ્તાહ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરશે : ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ ઉપક્રમોનું આયોજન :GIDCના રૂ. 564 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે:5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ8:44 PM IST
વિકાસ સપ્તાહ : ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવામાં "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ"ની ભૂમિકા પાયારૂપ : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી શરૂ થયેલી VGGSના ૧૦ સંસ્કરણોને મળી ભવ્ય સફળતા:VGGSના ૧૦ સંસ્કરણોમાં કુલ મળીને ગુજરાતમાં રૂ. ૧૦૩.૩૭ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU થયા:વર્ષ ૨૦૦૩માં માત્ર પાંચ સહભાગી સંસ્થા સાથે શરૂ થયેલી VGGSના ૧૦માં સંસ્કરણમાં ૩૫ દેશ અને ૧૬ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થઈ12:05 PM IST
વિકસીત ભારત @ ૨૦૪૭ સાકાર કરવામાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિકાસ સપ્તાહ અંતર્ગત એક જ દિવસમાં એકસાથે બે હજાર કરોડથી વધુના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી : કનુભાઈ દેસાઈ , કુંવરજીભાઈ બાવળીયા,હર્ષ સંઘવી, મુકેશભાઈ પટેલ સહિતના ઉપસ્થિત : સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન-ક્વોલિટીવર્ક-સામાન્ય માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને નિતીઓના અમલથી અમૃતકાળથી દેશની શતાબ્દી સુધીમાં વિકસીત ભારત @ ૨૦૪૭ માટે વિકસીત ગુજરાતના નિર્માણના હેતુથી દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે4:48 PM IST
નર્મદા જિલ્લામાં સાપ કરડવાની ઘટના વધી : જેતપુર વઘરાલી ગામના આધેડ ને સાપ કરડ્યો : જિલ્લાના જેતપુર (વઘરાલી) ગામમાં મહિલા ને સાપ કરડતા મોત, નીચલી માથાસર ગામમાં ખેતરમાં પિતા સાથે સુતેલી ૬ વર્ષીય બાળકીને સાપ કરડી જતાં મોત, માંડણ ગામમાં ઢોર ચરાવવા ગયેલા ૧૩ વર્ષીય બાળકને પણ સાપ કરડી જતાં મોત થયું10:23 PM IST
SOU ખાતે નવું નજરાણું: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સર્કિટ હાઉસ, એકતા મોલ સહિતના પ્રવાસીય પ્રકલ્પો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા4:16 PM IST
તમારા ગામમાં કોઇ પરિવાર વ્યાજના ચક્કરમાં ના ફસાય, કોઇનું નાગરિક તરીકે શોષણ ના થાય એ જરૂરી છે- ગૃહ રાજ્ય મંત્રી : ચૂંટાયેલા લોક પ્રતિનિધિ તરીકે ગ્રામ્ય સમાજના જીવનમાં બદલાવનો અનુરોધ કરતા મંત્રી હર્ષભાઇ સંઘવી: “વિકાસ સપ્તાહ “ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના રૂ. દસ કરોડના વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું11:55 PM IST
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: 24 કલાકમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : કાલે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા :કચ્છ , દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે 6:47 PM IST
વિકાસ સપ્તાહ - ૨૦૨૪ :- ‘ટ્રેન ધ ટ્રેનર’ વર્કશોપ : ગુજરાતમાં એનઈપી-૨૦૨૦ના અમલીકરણ માટે આયોજિત પાંચ દિવસીય "ટ્રેન ધ ટ્રેનર" કાર્યક્રમનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે શુભારંભ : NEP ૨૦૨૦ના અમલીકરણમાં શિક્ષકોની ભૂમિકા ખુબ જ મહત્વની છે :આજનો યુગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે આપણા બાળકોને એઆઈ આધારિત શિક્ષણ આપવું એ સમયની માંગ છે : અધિક મુખ્ય સચિવ સુનયના તોમર3:53 PM IST
રેડક્રોસના આગેવાનો માનવીય કર્તવ્યનું પાલન કરીને આ લોક અને પરલોક, બંનેને ઉન્નત કરી રહ્યા છે : આચાર્ય દેવવ્રતજી : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા આજે રાજભવનમાં યોજાઈ : સહયોગ આપનાર શ્રેષ્ઠિઓ અને શ્રેષ્ઠ કામ કરનાર શાખાઓનું સન્માન : 33 જિલ્લા શાખા અને 97 તાલુકા શાખા સાથે ગુજરાત રેડક્રોસ દેશની સૌથી શ્રેષ્ઠ શાખા : સમગ્ર ભારતમાં સૌથી વધુ બ્લડ કલેક્શન અને સૌથી વધુ બ્લડ ડોનેશન ગુજરાતમાં થાય છે : રોગી અને જરૂરિયાતમંદ લોકોની સેવા માટે રેડક્રોસ તત્પર છે, પરંતુ લોકોએ પણ બીમાર જ ન પડાય તેનું ધ્યાન રાખવાની આવશ્યકતા છે : આચાર્ય દેવવ્રતજી4:46 PM IST
ભ્રષ્ટાચારની ગંધ....જેસલપોર ગામે ખોટી રીતે બોર/ટ્યુબવેલ બનાવીને નાણા કોણ ચાઉં કરી ગયું...?! : ગામના એક વ્યક્તિએ પોતાના ઘર આગળ પોતાના ખર્ચે બોર બનાવ્યો, એ બોર પંચાયતે બનાવ્યો તેમ બતાવી કોણે રૂપિયા ચાંઉ કર્યા..? તંત્રને રજૂઆત કરતા નીચલી કક્ષાથી કોઈ કાર્યવાહી નહિ થતા ડીડીઓને રજૂઆત બાદ તપાસની આપી ખાતરી1:58 PM IST
ડીસામાં ધોળા દિવસે 80 લાખથી વધુની લૂંટથી સનસનાટી : આંગડિયાના હવાલાની રકમ છીનવીને બે લૂંટારુઓ ફરાર : એક કર્મચારી એક્ટિવા પર આંગડિયા પેઢીના રૂપિયા લઈને જતો હતો.ત્યારે બે શખ્સોએ રોકી રિવોલ્વરની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ છીનવી ફરાર થઈ ગયા: વાડી રોડ પરથી લાલ ચાલી વિસ્તારના રસ્તા પર લૂંટ : શહેરની ઉત્તર અને દક્ષિણ પોલીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી1:12 PM IST
૫.૮૯ લાખના એમડી સાથે ઝડપાયેલી બ્યુટી પાર્લર સંચાલીકા બાદ મુખ્ય સપ્લાયર મુંબઇની મહિલા હાથવેંતમાં : અમદાવાદની શ્વેતા ઠક્કર રાજકોટમાં કોને માદક પદાર્થ આપવાની હતી? તેની તપાસ : શહેર એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, પીએસઆઇ માજીરાણા, એએઅસાઇ ડી. બી. ખેર અને ટીમે બામણબોર પાસેથી પકડીઃ ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની બાતમીઃ શ્વેતા અગાઉ રાજકોટ રહી ચુકી છેઃ પોતે પણ નશો કરવાની ધરાવે છે આદત : એરપોર્ટ પીઆઇ જે. એસ. ગામીતની ટીમે મુખ્ય સપ્લાયર મહિલાને પકડી લેવા કાર્યવાહી કરી11:43 AM IST
અકિલા-લોહાણા મહાજન કિંગ તરીકે ચિરાગ કોટક અને કવીન તરીકે મૌલી ચંદારાણા વિજેતા : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા આયોજીત રાસોત્સવમાં ખરાખરીના જંગ બાદ : કીડઝ પ્રિન્સ તરીકે વેદાંત જીમુલીયા તથા કીડઝ પ્રિન્સેસ તરીકે હીર ઉનડકટે બાજી મારી : પ્રિન્સ તરીકે અનુક્રમે ર થી પ નંબર ઉપર યુગ નથવાણી, શિવમ રૂપારેલીયા, રોનક સેજપાલ અને ચેતન અનડકટ તથા પ્રિન્સેસ તરીકે અનુક્રમે ર થી પ નંબર ઉપર ફલોરેન્સ ભીમાણી, વાણી સેજપાલ, પૂજા કોટેચા અને સેજલ રાયઠઠ્ઠા વિજેતા બન્યા : અનુક્રમે બીજા અને ત્રીજા કીડઝ પ્રિન્સ તરીકે મીરાજ કેશરીયા અને માનીત સોમૈયા તથા બીજા કીડઝ પ્રિન્સેસ તરીકે તુલસી સેજપાલ અને ત્રીજા કીડઝ પ્રિન્સેસ તરીકે ખુશી મજેઠીયા વિજેતા બની ઇનામના હકકદાર બન્યા : તમામ ૧૬ વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. 3:54 PM IST
રાજકોટ એસટી ડેપો ઉપર ગત રાત્રે ૭ કલાક વીજળી ગુલ થતા દેકારો મચી ગયો : મુસાફરોના જીવ તાળવે : ઉગ્ર રોષ : જનરેટર - ઇમરજન્સી લાઇટની કોઇ વ્યવસ્થા નહોતી : દિવસે પણ ગઠીયા - લુખ્ખાઓનું રાજ હોય રાત્રે તો સ્થિતિ ભારે ખરાબ બની એસટી મુસાફર હિતરક્ષક સમિતિએ તમામને રજૂઆતો કરી પરંતુ કોઇએ કશું ઉકાળ્યું નહિ : ૭ કલાક અંધારપટથી ઘેરા પડઘા4:19 PM IST
નડતર દૂર કરવાની વિધીમાં યુવાન સહિત ત્રણને હાથમાં મીઠુ દીધું, હાથ મસળતાં અડદ-જુવાર બની ગયા!: ગઠીયો પકડાયો : પ્રજાપતિ સોસાયટીમાં રામાપીરના ભગતના નામે આવેલા ગઠીયાઓ ૧.૩૩ લાખની મત્તા ઉસેડી ગયા હતાં તાલુકા પીઆઇ હરીપરા, પીએસઆઇ ભરવાડની ટીમની કામગીરીઃ હરપાલસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડજા, મયુરસિંહ જાડેજાની બાતમી પરથી બેડલાનો રાયધન પકડાયોઃ તેના પિત્રાઇ અને ફઇના દિકરાની શોધઃ સોનાના દાગીના, બાઇક કબ્જે3:11 PM IST
તારાથી મારી ગાડીને લોક કરાય જ કેમ? મને ઓળખતો નથી, સસ્પેન્ડ કરાવી દઇશ...જમાદારને પાટુ મારી ફરજમાં રૂકાવટ : કોટેચા ચોક નજીક ટ્રાફિકને અડચણરૂપ કારને ટ્રાફિક પોલીસે લોક કરતાં કારના ચાલક અભિષેક જાટકીયા અને તેની બહેને કર્યો ડખ્ખોઃ વિડીયો વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં હેડકોન્સ. લખનભાઇ સુસરાએ બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી3:15 PM IST
અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ જાજરમાન મેગા ફાઇનલ સંપન્ન : વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓએ જોમ-જુસ્સા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી : કિંગ-કવીન, પ્રિન્સ-પ્રિન્સેસ બનવા ખરાખરીનો જંગ જોવા મળ્યો : કુલ ૮૦ ગ્રામ ગોલ્ડ, બાઇક, એકટીવા, ૪૩ ઇંચ તથા ૩ર ઇંચના ટીવી, સાઉન્ડ બાર સહિતના લાખો રૂપિયાના કુલ ૧૬ ઇનામો વિજેતાઓને આપવામાં આવશે : ઓર્કેસ્ટ્રા, ગાયક કલાકારો, સિકયુરીટી એજન્સી, ઇલેકટ્રીક તથા મંડપ કોન્ટ્રાકટર અને રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમે વરસતા વરસાદ વચ્ચે પણ મેગા ફાઇનલમાં કાબિલેદાદ કામગીરી કરી : જાણકાર, અનુભવી અને તટસ્થ નિર્ણાયકોએ વરસતા વરસાદમાં છત્રી સાથે ઉત્કૃષ્ટ સેવા આપી : પારદર્શિતા અને તટસ્થતાનું નમૂના રૂપ ઉદાહરણ : સિલેકટર થયેલા ટોપ ફાઇવ પ્રિન્સ-પ્રિન્સેસ તથા ટોપ થ્રી કીડઝ પ્રિન્સ-કીડઝ પ્રિન્સેસ વચ્ચે આંખે પાટા બાંધી ચીઠ્ઠી ખેંચાવીને ફાઇનલ વિજેતાઓ જાહેર કરાયા : રાજકોટ લોહાણા, મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા ભવ્યાતિભવ્ય યાદગાર, આયોજન સફળતાપૂર્વક પાર પડાયું : ચારેકોરથી અભિનંદન વર્ષા : ‘અકિલા લાઇવ' ના માધ્યમથી વિશ્વના લાખો લોકોએ રાસોત્સવને ઘરેબઠા પણ માણ્યો : રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ, એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, અગ્રણી બિલ્ડર હિરેનભાઇ સુબા, લોહાણા મહાજનના સમગ્ર ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા 3:55 PM IST
રાજકોટમાં રવિવારે બપોરથી રાત સુધીમાં પોણો ઇંચ : અમુક સ્થળોએ વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ મન મુકીને રાસે રમ્યા : શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાનો મુકામ : ગઇકાલે બપોરે અંદાજે અડધી કલાક વરસી ગયા બાદ મોડી રાત સુધીમાં વિજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે ઝરમર વરસ્યો : આજે પણ બપોર બાદ ફરી આગમન કરશે ?11:44 AM IST
સર્વસમાજ રત્ન મૌલેશભાઇ ઉકાણીનો જન્મદિવસ : પરમ વૈષ્ણવ મૌલેશભાઇની ષષ્ટિપૂર્તિ સૌરાષ્ટ્રના સમાજજીવન માટે અનન્ય અવસર : દ્વારકાધિશ મંદિર એડમિનીસ્ટ્રેટીવ સમિતિના બોર્ડ મેમ્બર, સીદસરના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદના ટ્રસ્ટી, સરદારધામ, વિશ્વ પાટીદાર સેન્ટર, અમદાવાદના ટ્રસ્ટી સહિત ૧૦૦ જેટલી સંસ્થાઓમાં સેવારત2:00 PM IST
ફૂટપાથની પાળીએ બેસવાના ડખ્ખામાં મિત્ર કરણને પતાવી દેનાર પ્રવિણે પોલીસ સ્ટેશનમાં પોક મુકી : મુળ ભરૂચના જંબુસરનો વતની આરોપી છએક વર્ષથી રાજકોટ રહે છેઃ આગળ પાછળ કોઇ નથી : સવારે ડખ્ખો કરી કરણે તગેડી મુકતાં પ્રવિણ બપોરે ફરીથી પાળીએ બેસતાં ફરી માથાકુટ થતાં છરીના ઘા ઝીંકી દીધાઃ ફસાયેલી છરી સાથે કરણને હોસ્પિટલે ખસેડાયોઃ આરોપી ભાગી જાય એ પહેલા પ્ર.નગર પોલીસે ગણતરીના સમયમાં પકડી લીધો : હત્યા બાદ પ્રવિણે મેં મર્ડર કર્યુ છે, પોલીસ મોકલો...એવો કન્ટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો!3:13 PM IST
૧૯-૨૦ ઓકટોબરે IMAની રાજ્યકક્ષાની રાજકોટમાં યોજાનાર કોન્ફરન્સ જીમાકોનમાં નિષ્ણાંત તબીબોની ઉપસ્થિતિ : હૃદયરોગ, પેટ, મગજ, લીવર, ફેફસા, ડાયાબીટીસ, લાઇફ સ્ટાઇલ સંબંધિત રોગોની સારવાર અંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તબીબો માર્ગદર્શન આપશે : ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયાના નેતૃત્વમાં તબીબોની તડામાર તૈયારીઓ3:44 PM IST
રાજકોટમાં ૨૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન'નું લોકાર્પણ : ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના રાજકોટ કાર્યાલયનો પ્રારંભ : પાટીદાર સમાજની સંસ્થાઓ સામાજીક ક્ષેત્રે સંકલન કરી શક્તિનો સરવાળો કરેઃ પુરૂસોતમભાઈ રૂપાલાઃ પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂા. ૫૦૦ કરોડની ત્રીજી સમળધ્ધિ યોજનાઃ જેરામભાઈ વાંસજાળીયા ‘પૈસા' ને ‘વાવી' દાન આપનાર દાતાઓની દિલેરીને બિરદાવતા મૌલેશભાઇ ઉકાણીઃ ઉમિયાધામ સિદસર ખાતે ડીસેમ્બર-૨૦૨૪ માં સવા શતાબ્દી મહોત્સવઃ જયેશભાઈ પટેલ4:10 PM IST
ખંભાળીયામાં સતત બીજા દિવસે મેઘરાજાનું તોફાની બેટીંગ :બપોર બાદ ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો : ભારે વરસાદથી નગર ગેટ ,જોધપુર ગેટ ,સોની બજાર, રામનાથ સોસાયટી સાઇટી સહિત ના વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા : ઘી નદીમાં ઘોડાપુર :કેનેડી બ્રિજનું ડાઇવર્ઝન પાણીમાં ગરકાવ:મગફળી કપાસ સહિતના પાક પાણીમાં પલાળી ગયો:વર્તું 2 ડેમના દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા :14 જેટલા ગામોને સાવચેતી રાખવા સૂચના6:44 PM IST
મચ્છુ-૨ ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલાયો10:51 AM IST
લીવ ઇન રીલેશનશીપઃ ભવિષ્યને અંધકારમય બનાવી રહેલા સ્વછંદી યુવાન-યુવતીઓ : રીલેશનશીપમાં દેહ સંબંધથી યુવતીને ગર્ભ રહી જાયઃ બાળકનો જન્મ થાય અથવા જન્મ પહેલા રીલેશનશીપ કરારના અંત આવે ત્યારે નવજાન શીશુને જન્મ આપનાર અથવા નવજાત શીશુ સાથે અન્ય વ્યકિત સાથે એટલે બીજી વ્યકિત સાથે જોડાયઃ જન્મ લેનાર કે જન્મ લીધેલ બાળક-શીશુને પિતાના નામની મુશ્કેલી નડે : વારસાઇ હક્ક અને ભરણપોષણના પ્રશ્નો11:53 AM IST
જૂનાગઢ ભવનાથ શનિમંદિરે હવન9:58 AM IST
આટકોટ-જસદણ પંથકમાં નદી નાળા છલકાયા 12:07 PM IST
ગિરનાર અંબાજી મંદિરે ફસાયેલા ભાવિકોને ભોજન1:42 PM IST
જામનગરમાં આર.એસ.એસના ૧૦૦ વર્ષમા સ્થાપના દિવસે શસ્ત્રપુજન યોજાયું : દેશને સંગઠિત ન થવા દેવા માંગતી શક્તિઓ પડકારરૂપ: રાષ્ટ્રીય સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી : વસુદેવ કુટુંબકમએ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મનું મહત્વનું અંગ છે. ત્રણ પ્રકારના હિન્દુઓ હોય છે- જેમાં એક મતાંતરીત, બીજા સનાતન પરંપરાને ભુલેલા અને કુંભકર્ણ જેવા સુતેલા સેક્યુલર હિન્દુઓ અને ત્રીજા સનાતન હિન્દુ છે. સમગ્ર વિશ્વમાં હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે : શ્રી ૫ નવતનપુરી ધામ ,ખીજડા મંદિરના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ : હાલારના બન્ને જિલ્લાના ૪ હજારથી વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત, પ્રાત્યક્ષિક કર્યુ12:13 PM IST
કુતિયાણામાં ૨ તથા પોરબંદરમાં અર્ધો ઇંચ 12:08 PM IST
માનવતાવાદી કટોકટી અને યુએનની ચેતવણી પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: વિશ્વના 16 હોટસ્પોટ વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસવાની ચેતવણી:યુદ્ધ, અલ નિનો અને સહાયમાં કાપથી ભયાનક સંકટ તોળાતા દુનિયાભરમાં ભારે હાહાકાર : ડિસેમ્બર 2026થી મે 2027 દરમિયાન 16 વિસ્તારોમાં ખાદ્ય સંકટ ઘેરું બનવાના એંધાણથી વૈશ્વિક સ્તરે ખળભળાટ: સુદાન, યમન, દક્ષિણ સુદાન, સોમાલિયા અને ઉત્તર નાઈજીરિયા સૌથી વધુ જોખમમાં:રાહત ભંડોળમાં ભારે ઘટાડા અને હવામાનના માર વચ્ચે લાખો લોકોના જીવ પર સંકટથી ભારે ચર્ચા અને ચકચાર6:34 PM IST
દુનિયાની આ જમીન પર નથી કોઈ પણ દેશનો કબ્જો7:39 PM IST
બ્રિટનના ટેક્નોલોજી જગત, ડિજિટલ પેમેન્ટ અને રિટેલ-ફૂડ સેક્ટરમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: બ્રિટનમાં એઆઈ એ જાતે પિત્ઝા ખરીદ્યા અને કાર્ડલેસ પેમેન્ટ પણ કરી બતાવતા દુનિયાભરમાં ભારે હાહાકાર : મશીન હવે માત્ર જવાબ નહીં પણ ઓર્ડર અને ચુકવણી પણ જાતે કરી રહ્યું હોવાથી ટેક અને બિઝનેસ વર્તુળોમાં ખળભળાટ:ફિઝિકલ કાર્ડ વિના એઆઈ એજન્ટ દ્વારા પિત્ઝા ખરીદી અને પેમેન્ટ પૂર્ણ થતા ઓટોમેશનના નવા યુગની ચર્ચા તેજ:સુરક્ષા અને નિયંત્રણ અંગે ભારે ચર્ચા અને ચકચાર6:33 PM IST
એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯ ઓક્ટોબરે ટક્કર : મેચ ઓમાન ક્રિકેટ એકેડમીમાં રમાશે. ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર : પ્રથમ સેમિફાઇનલ મેચ 25 ઓક્ટોબરે રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ મેચ પણ 25 ઓક્ટોબરે રમાશે. ફાઇનલ મેચ 27 ઓક્ટોબર, રવિવારે રમાશે ,આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો પણ ભાગ લેશે4:58 PM IST
વિમ્બલ્ડનમાંથી લાઇન જજની મૌન વિદાય5:37 PM IST
જુનાગઢના જગદીશભાઇ જોબનપુત્રાનો જન્મદિવસ11:38 AM IST
ન્યૂઝ-૧૮ ના પ્રણવ પટેલનો આજે જન્મદિન1:46 PM IST































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી












































































































































































































































