News of Tuesday, 30th June 2026
રાજકોટ બન્યું અખાદ્ય ખોરાકનું હબઃ વધુ પ૧૮ કિલોનો નાશ
શહેરીજનોને ધાબડવામાં આવે છે વાસી વાનગીઃ દુકાનો, રેસ્ટોરન્ટ, રેકડીઓ ઉપર ખુલ્લેઆમ વેંચાણ : મનપાની ફુડ શાખા દ્વારા ૮૪ સ્થળોએ તપાસઃ રૂ. ૭૯,પ૦૦ની પેનલ્ટી વસુલાઇઃ ૬ ખાણી-પીણીની પેઢીઓ સીલ

રાજકોટ, તા. ૩૦: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે. આ દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે, વિમોક્ષ ઝટકા સામે, મવડી મેઇન રોડ મુકામે આવેલ તુલશી બેકરી પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ બેકરી પ્રોડક્ટસ, પાઉં, બાંધેલો લોટ કુલ મળીને અંદાજિત ૧૬૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૧૦ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
જયારે આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ મુકામે આવેલ ક્રિષ્ના રેસ્ટોરન્ટ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન, પ્રિપેર્ડ ચટણી, પાપડ, નૂડલ્સ કુલ મળીને અંદાજિત ૧૩૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૧૦૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
દર્શન-૪ મવડી પ્લોટ, ગુજરાત વાયરની બાજુમાં મુકામે આવેલ શ્રી પટેલ સ્વીટ્સ પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
જૂના મોરબી રોડ, જકાત નાકા પાસે મુકામે આવેલ શ્રી પટેલ વિજય સ્વીટ્સ નમકીનૅ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાત્ય એક્સપાયર્ડ થયેલ ફલેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ, બેકરી પ્રોડક્ટ, નમકીન ફરસાણ, પ્રીમિક્સ ઇન્સ્ટન્ટ કુક ફૂડ, મીઠાઈ, સાટા, ફુલ અંદાજિત ૨૯ કિલોનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
વિજય પ્લોટ-૨૪, જેકે હોન્ડા શોરૂમ પાછળ, ગોંડલ રોડ મુકામે આવેલ વિજયભાઈ નારણભાઇ ગામરા (ધંધાના માલિક) પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૫,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરી પનીર (લૂઝ)નો નમૂનો લઇ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ.
રાધામીરા રોડ, કલ્પતરૂ સોસાયટી, મોરબી રોડ, રાજકોટ મુકામે આવેલ જય બજરંગ ડેરી પ્રોડક્ટસ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર લેબલ વગરના પનીર નો ફુલ અંદાજિત ૧૦ કિલો જથ્થાનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૮૪ પેઢી તથા રેસ્ટોરંટની તપાસ કરતાં કુલ ૫૧૮ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૨૪ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.૭૯,૫૦૦ ની પેનલ્ટી વસૂલવામાં આવેલ.
જેમાં શીતલ પાર્ક, એરપોર્ટ રોડ હોકર્સ ઝોન માં એમજીએમ પંજાબી એન્ડ ચાઇનીઝ રેસ્ટોરન્ટ માંથી ૫ કિલો વાસી મંચૂરિયનનો નાશ કરેલ છે. જય સિયારામ વડાપાઉં માંથી ૧ ધ્ મરચાની ચટણી નો નાશ કરેલ છે તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. શિવશક્તિ ચાઇનીઝ ્રૂ પંજાબી માંથી આજીના મોટા નો નાશ કરેલ છે તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. જય માતાજી કાઠિયાવાડી, રાજ પાઉંભાજી, આર.વી. ફૂડ પોઈન્ટ, અમીષા ચાઇનીઝ એન્ડ પંજાબી, સદગુરુ ફાસ્ટફૂડ, પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે.
રેસકોર્સ હોકર્સ ઝોન પર આવેલ એ-૧ ચાઇનીઝ માંથી ૫ કિલો વાસી મંચૂરિયન નો નાશ કરી રૂ.૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે. આમચી મુંબઈ માંથી ૨ કિલો મસાલાનો નાશ કરી રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સંતોષ બટેટા પૂરી માંથી ૩ કિલો અખાદ્ય ચટણી નો નાશ કરી રૂ.૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે.
શ્રીનાથજી પાઉંભાજી પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૧,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. કનૈયા મકાઇ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. આઝાદ આઇસડીશ ગોલા ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
શ્રીનાથજી સેવપૂરી- ગોલા ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે સંતોષ દહી પૂરી, સંતોષ ભેળ/દાબેલી, સાવરીયા પાણિપુરી, સંતોષ ભેળ/રગડો પેઢી ને રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. તેમજ શ્રીનાથજી ચાઇનીઝ, કનૈયા લસ્સી, સંતોષ ભૂંગળા બટેટા, જી.કે. ફાસ્ટ ફૂડ, બાઇટ્સ કુલ્ચા, મહાદેવ વડાહબ, પ્રભુ જાલમુરી, ધ ગ્રીલ ્રૂ ચીલ સેન્ડવિચ, શ્રી હરી ફાસ્ટ ફૂડ, બિં્રગ યોર ઓવન બેગ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે.
મવડી પાળરોડ, રામધણ પાછળ, આસોપાલવ એપાર્ટમેન્ટ પર આવેલ શ્રીનાથજી રેસ્ટોરન્ટને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રીનાથજી હોટલ એન્ડ પાન પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. બાલાજી એન્ટરપ્રાઇઝ (મુંબઈયા મિસળ - વડાપાઉં) પ્પ્સ્ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ૨૦/૨૫ જાગનાથ કોર્નર પર આવેલ આકાશદીપ રેસ્ટોરન્ટ ને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૫,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
જયારે ગોંડલ રોડ પર આવેલ સંગિતા રેસ્ટોરન્ટ માંથી ૨૨ કિલો કઠોળ, બાફેલા ચણા નો નાશ કરેલ છે તેમજ રૂ.૨૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. રાજ મંદિર રેસ્ટોરન્ટ માંથી ૨ કિલો રોટલાનો નાશ કરેલ છે તેમજ રૂ.૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ધ્રુવી ગઠિયા, ભજીયા માંથી ૫ કિલો શીંગદાણા, વાસી મરચાં નો નાશ કરેલ છે તેમજ રૂ.૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શિવ રગડો માંથી ૫ લિટર ચટણી નો નાશ કરેલ છે તેમજ રૂ.૧૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
અક્ષર રેસ્ટોરન્ટ માંથી ૪ કિલો લોટનો નાશ કરેલ છે તેમજ રૂ.૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ઇલુભાઇ ગાંઠિયા વાળા માંથી ૩ કિલો ઘૂઘરાની ચટણીનો નાશ કરેલ છે તેમજ રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પકોડા સેન્ટર (કનૈયા રેસ્ટોરન્ટ) માંથી ૩ કિલો ગાંઠિયાની ચટણી નો નાશ કરેલ છે તેમજ રૂ.૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પ્રમુખ સોડા શોપ માંથી રૂ.૨૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. હોટલ માલધારી માંથી રૂ.૧૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
રામેશ્વર રેસ્ટોરન્ટ (રંગોલી હોટલ) પેઢીને રૂ.૧૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે. ખોડિયાર હોટલ ને રૂ.૧૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે. એ.કે. લાઈવ ફૂડઝોન રૂ.૧૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ નોટિસ આપેલ છે.
ઉપરાંત પ્રધ્યુમાન પાર્ક અને મવડી ચોકડી વિસ્તાર પર આવેલ શિવધારા ફૂડઝોન માંથી ૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે શ્રી રામ કેન્ટીન માંથી ૫ કિલો વાસી ભાજી નો નાશ કરેલ છે. તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. પોરબંદરના પ્રખ્યાત ચાઇનીઝ એન્ડ મોમોઝ માંથી ૫ કિલો અજીનો મોટો/મંચૂરિયન નો નાશ કરેલ છે. તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. માં ચામુંડા કેન્ટીન, તિરુપતિ કેન્ટીન, ધર્મરાજ વડાપાઉં, રાધિકા આઇસ્ક્રીમ એન્ડ બદામ શેક ને નોટિસ આપેલ છે.
ન્યુ જાગનાથ રોડ/જાગનાથ ચોક વિસ્તાર પર આવેલ નારાયણ દિલ્લીચાટ એન્ડ ફાસ્ટફૂડ માંથી ૨ કિલો અખાદ્ય ચટણીનો નાશ કરેલ છે. તેમજ નોટિસ આપેલ છે. બિહારીફ દાબેલી એન્ડ વડાપાઉંને નોટિસ આપેલ છે.
બસસ્ટેન્ડની અંદર તેમજ બસસ્ટેન્ડની સામેની બાજુએ વિસ્તાર પર આવેલ ૧૪ દુકાનો માંથી ૪૧ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ રૂ.૯૭૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ૐ નગર-૪૦ ફૂટ રોડ વિસ્તાર પર આવેલ ૧૬ દુકાનો/રેકડી માંથી ૧૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. તેમજ ૨ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે.
(3:15 PM IST)










