<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

​રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા: સુનીલ ઉર્ફે આર્યન અને કિરણ નામના બે રીઢા તસ્કર ઝબ્બે: ૧૯ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર : ​પાંચ ઘરફોડ ચોરીના ભેદ ખુલ્યા: સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૨૦ લાખથી વધુની મિલકત કબ્જે : જુઓ વિડીયો

​ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ ડોડીયા, ઝાલાની ટીમની કામગીરી: એએસઆઈ સમીરભાઈ શેખ, રાહુલભાઈ, રાજેશભાઈ, પ્રદીપસિંહ, દિપકભાઇની બાતમી

રાજકોટ: શહેરમાં મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર બી.બી. બસીયા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓ અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક મકાનોમાં ચોરી કરનાર બે રીઢા આરોપીઓને કુલ ૨૦,૦૪,૫૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, ઘરફોડ ચોરીના પાંચ અનડિટેક્ટ ગુન્હાઓ ડિટેક્ટ કર્યા છે.

​શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહેલ, રાજેશભાઈ જળુ, પ્રદિપસિંહ જાડેજા, દિપકભાઈ ચૌહાણ તથા એ.એસ.આઈ. સમીરભાઈ શેખને એક સંયુક્ત અને ચોક્કસ બાતમી મળી હતી. આ હકીકતના આધારે પોલીસે જામનગર રોડ પર આવેલા ભુતનાથ મહાદેવ મંદિર સામે રોડ ઉપરથી વોચ ગોઠવીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. આ આરોપીઓએ છેલ્લા દોઢ મહિનામાં અલગ-અલગ પાંચ મકાનોને નિશાન બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

સુનીલ ઉર્ફે આર્યન ભાવેશભાઈ શિયાળ (ઉં.વ. ૨૨, રહે. શ્રી નાથજી સોસાયટી, મવડી રોડ, રાજકોટ): આ આરોપી આશરે ૧૦ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ આજીડેમ, કુવાડવા રોડ, માલવીયાનગર, જામનગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરી તથા અન્ય ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે ​કિરણ કિશોરભાઈ એંદરીયા (ઉં.વ. ૩૦, રહે. લોહાનગર, ગોંડલ રોડ, રાજકોટ): આ સુનીલનો સાગરીત છે જે ચોરીના ગુનામાં સાથે સામેલ હતો. 

પોલીસે ​સોનાના દાગીના: ૧૦૧.૪ ગ્રામ (કિંમત ૧૩,૮૮,૬૫૦ના, ​ચાંદીના દાગીના: ૧૦૮૭ ગ્રામ કિંમત ૧,૪૪,૭૦૦, ​રોકડ રકમ: ૪,૧૧,૦૦૦ ​અન્ય ચીજવસ્તુઓ: ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન. જે પાંચ ચોરીના ગુના ઉકેલાયા તેમાં ​ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ: મોચીનગર પૂજા પાર્ક, પૂજા પાર્ક-૨ અને બજરંગવાડી વિસ્તારની ચોરીઓ, ​પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન હેઠળ: રેલનગરની સાઈબાબા સોસાયટીમાં થયેલી બે અલગ-અલગ ચોરીઓ સામેલ છે.

​આ સમગ્ર પ્રશંસનીય કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ડોડીયા તથા ડી.પી. ઝાલાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ​આ ટીમમાં એ.એસ.આઈ. સમીરભાઈ શેખ, મહીપાલસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચાવડા, અમીનભાઈ પઠાણ, વિજયભાઈ મેટા, અમૃતભાઈ આહીર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહેલ, રાજેશભાઈ જળુ, પ્રદિપસિંહ જાડેજા, દિપકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ચૌહાણ, રાજેશભાઈ મિયાત્રા, સુભાષભાઈ ઘોઘારા, હરપાલસિંહ જાડેજા અને સામતભાઈ વરુ જોડાયા હતા. ​સાથે જ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ લીંબાસીયા, રાજુભાઈ ખુંટ, પ્રદિપભાઈ મિયાત્રા, જયરાજસિંહ જેઠવા, અજયભાઈ ચાવડા, સંજયભાઈ રૂપાપરા, રાહુલભાઈ વડોદરીયા, અશોકભાઈ ડાંગર, કૃષ્ણદેવસિંહ ઝાલા, કરણભાઈ મકવાણા, મૌલિકભાઈ પાતર તેમજ ડ્રાઇવર સ્ટાફના મયુરભાઈ સરધારા, મહમ્મદભાઈ મસાણી, અશ્વિનભાઈ પંપાણીયા, ધર્મરાજસિંહ રાણા, મહીપાલસિંહ મંડલ અને મહિલા એ.એસ.આઈ. દિવ્યાબેન ચૌહાણ, કુસુમબેન ભટ્ટ, શિલ્પાબેન ચૌહાણ તથા વંદનાબેન વિસાવડીયા સહિતના તમામ કર્મચારીઓએ જોડાયા છે.

(7:44 PM IST)