તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ મહાસુદ – ૧ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે રિક્ષાગેંગ ઝડપી: ઓટો રિક્ષામાં મુસાફરોના ધ્યાન ભટકાવી રોકડ રકમ સેરવી લેતાં:રોહિત, વિપુલ, આકાશ અને પ્રકાશ ઝડપાયા
પોલીસ ઇન્સ. એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા અને ટીમની કામગીરી: હેડકોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, તુલસીભાઇ ચુડાસમા, ભાનુભાઇ ધાંધલા તથા કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયાની બાતમી

રાજકોટ: શહેરમાં મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા વાહન ચોરી, મોબાઈલ ચોરી અને પેસેન્જરના રોકડ રકમ સેરવી લેતા અણઉકેલાયેલા ગુન્હાઓ શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલીંગમાં હતી. આ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, તુલસીભાઇ ચુડાસમા, ભાનુભાઇ ધાંધલા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ ખાખરીયા નાઓને મળેલ સંયુક્ત ચોક્કસ ખાનગી હકીકતના આધારે માધાપર ચોકડી બ્રીજ નીચે રાજકોટ ખાતેથી કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ ટીમે ઓટો રિક્ષામાં બેસેલા મુસાફરોની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂપિયાની ચોરી કરતી આ સક્રિય ગેંગના ચાર ઇસમોને ઓટો રિક્ષા સાથે કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-03-CV-0586 ધરાવતી ઓટો રિક્ષા કિંમત ૧,૦૦,૦૦૦ અને અલગ અલગ દરની ચલણી નોટો રોકડા ૪૦,૦૦૦ મળીને કુલ ૧,૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેનાથી કૂવાડવા રોડ પોલીસ સ્ટેશનનો ચોરીનો ગુન્હો ડીટેક્ટ થયો છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ રિક્ષામાં ડ્રાઇવર સાથે ટોળકીના અન્ય સભ્યોને બેસાડતા અને પેસેન્જરને વચ્ચે બેસાડ્યા બાદ ઉલ્ટી કરવાનો કે ધક્કામુક્કી કરવાનું નાટક કરી તેમનું ધ્યાન ભટકાવી રૂપિયા અને પાકીટ ચોરી લેતા હતા. આરોપીઓએ રાજકોટ, બેડી ચોકડી, મોરબી, ચોટીલા, સાયલા, વડોદરા, પાવાગઢ, ટંકારા અને વાંકાનેર જેવા વિવિધ વિસ્તારોમાં ૧૭થી વધુ પેસેન્જરોને નિશાન બનાવી લાખો રૂપિયા સેરવી લીધાની કબૂલાત આપી છે. પકડાયેલા તમામ આરોપીઓ અગાઉ ગાંધીગ્રામ, માલવીયાનગર, ભક્તિનગર, મોરબી અને થોરાળા જેવા પોલીસ સ્ટેશનોમાં દારૂ, લૂંટ, ચોરી, પોક્સો અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુન્હાઓમાં ચોપડે ચડી ચૂક્યા છે.
આ કામગીરીપોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા અને તપાસની કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, પોલીસ ઇન્સપેક્ટર એમ.એલ.ડામોર, પોલીસ ઇન્સપેક્ટર સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ.રાણા, એ.એસ.આઈ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ તુલસીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગડા, સુભાષભાઇ ઘોધારી, ભાનુભાઇ ધાંધલા, વિજયરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ ખાબરીયા અને ધર્મેશભાઇ ખાંડેબા જોડાયા હતા.
(8:30 PM IST)










