<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

રાજકોટ શહેર-જીલ્લાની સંકલિત મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્‍ધિઃ એક મહીનો ખાસ સંક્ષ્િપત સૂધારણા કાર્યક્રમ

રવીવાર તથા ૬ અને ૧૩ ડીસેમ્‍બરે બૂથ ઉપર સવારે ૧૦ થી સાંજે ૫ ખાસ કેમ્‍પ

રાજકોટ, તા. ૨૭: રાજકોટ જિલ્લામાં ૧ જાન્‍યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે.

જે મુજબ, આજે શુક્રવારે સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. . તા. ૨૭ નવેમ્‍બરથી ૨૬ ડિસેમ્‍બર દરમિયાન મતદારો પાસેથી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્‍વીકારવામાં આવશે.

૧૧ જાન્‍યુઆરી ૨૦૨૭ સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૮ જાન્‍યુઆરી ૨૦૨૭ના રોજ કરવામાં આવશે.

આ ઉપરાંત તા. ૨૯ નવેમ્‍બર ને રવિવાર, ૬ ડિસેમ્‍બર ને રવિવાર તથા ૧૩ ડિસેમ્‍બર ને રવિવાર ખાસ ઝુંબેશના દિવસો રહેશે. આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) સવારે ૧૦થી સાંજે ૫ સુધી બૂથ પર હાજર રહેશે. (

(11:13 AM IST)