<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

રાજકોટ શહેર પોલીસમાં દિવાળી બાદ ફરી બદલીઓનો દોર :15 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી

અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી કરાઈ

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દિવાળી બાદ ફરી બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં ટ્રાફિક શાખામાં 24 કર્મચારીઓની બદલી આપવામાં આવી હતી 

.રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા 18 નવેમ્બરના રોજ 15 પોલીસ કમર્ચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે મહેકમ મુજબ સ્ટાફ ભરપાઈ કરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગઈકાલે 24 પોલીસ કર્મચારીઓની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી હતી.

અત્યાર સુધી છેલ્લા ચાર મહિનામાં બદલી કરાયેલ 300 પૈકી 75 જેટલા પોલીસ કર્મચારીઓની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેર પોલીસમાં નિમણુંક પામેલા નવા પોલીસ કર્મચારીઓ હાલ તાલીમ હેઠળ છે તેમની તાલીમ પૂર્ણ થયે ફરજ પર હાજર થતા તેમાંથી પણ મોટા ભાગના કર્મીઓને હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં નિમણુંક આપવામાં આવશે.

(6:43 PM IST)