<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

રાજકોટ કોર્પોરેશનમાં એજન્‍સી દ્વારા સફાઇ કામદારોને બોનસની રકમ ન ચુકવાતા કચવાટ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ મહાનગરપાલિકા હેઠળ સફાઇ કામગીરી કરતા સફાઇ કામદારોને એજન્‍સી દ્વારા બોનસની રકમ નહીં ચુકવાયાની રાવ સામે આવી હોવાનું અખિલ ભારતીય પરિસંઘ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ગૌતમ ચૌહાણની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે સફાઇ કામદારો આખુ વર્ષ શહેરને સ્‍વચ્‍છ રાખવા દિવસ - રાત કામ કરે છે. છતા તેમના હકની બોનસની રકમ નહીં ચુકવાતા સફાઇ કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોનસની રકમ સફાઇ કામદારોને પણ તુરંત ચુકવવામાં આવે તેવી ગૌતમ ચૌહાણ (મો.૮૩૨૦૪ ૮૯૦૦૯)એ યાદીના અંતમાં માંગણી ઉઠાવી છે.

(3:38 PM IST)