તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Wednesday, 18th November 2026
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની વધુ એક મોટી કાર્યવાહી: નામચીન "હાંડા" ગેંગના ૧૫ શખ્સો સામે ગુજસીટોકનો ગાળિયો: ડ્રગ્સ પેડલર સુધા પણ ગેંગમાં સામેલ : જુઓ વિડીયો
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયા અને ક્રાઇમ બ્રાન્ચ ટીમોની કામગીરી એક વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે કુલ ૧૦ ગેંગને ગુજસીટોક હેઠળ જેલભેગી કરી

રાજકોટ: રાજકોટ શહેર વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સપાટો બોલાવ્યો છે. શહેરના વિસ્તારમાં સક્રિય કુખ્યાત "હાંડા" ગેંગના કુલ ૧૫ સાગરીતો વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં અમલમાં રહેલા ગુજસીટોક કાયદાનો મુખ્ય ઉદ્દેશ સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતો પર નિયંત્રણ મેળવવાનો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બંગરવા અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત.બી.બસીયાની સૂચનાથી ડી.સી.બી. પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ સંગઠિત ગેંગ વિરુદ્ધ ઐતિહાસિક લાલ આંખ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના રેયાધાર મફતીયાપરા વિસ્તારમાં રહેતો ભવદીપ ઉર્ફે યશ ઉર્ફે ફાંડા પરેશભાઈ ડાભી અને તેના સગા ભાઈઓ તથા અન્ય સાથીદારોએ મળીને એક સંગઠિત ગુના આચરતી ટોળી બનાવી હતી, જે "ફાંડા ગેંગ" તરીકે ઓળખાય છે.
આ ગેંગ દ્વારા વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૬ દરમિયાન રાજકોટ શહેરમાં પ્રાણઘાતક હથિયારો વડે ખૂન, ગંભીર ઇજાઓ, અપહરણ, ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, ગેરકાયદેસર પ્રવેશ, એટ્રોસિટી અને આર્મ્સ એક્ટના ગુનાઓ આચરવામાં આવ્યા છે. પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરી આર્થિક ફાયદા માટે દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરી સમાજમાં દૂષણ ફેલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ ગેંગ વિરુદ્ધ અલગ-અલગ ગંભીર પ્રકારના કુલ ૫૦ ગુના નોંધાયેલા છે.
આ કેસમાં પોલીસે નીચે મુજબના આરોપીઓ વિરુદ્ધ સકંજા કસીને કાયદેસરની કાર્યવાહી કરી છે: ૧. ભવદીપ ઉર્ફે યશ ઉર્ફે ફાંડા પરેશભાઈ ડાભી (રહે. રેયાધાર મફતીયાપરા, રાજકોટ), ૨. રોહિત ઉર્ફે પિયુષ પરેશભાઈ ડાભી (રહે. મફતીયાપરા, રાજકોટ), ૩. ધર્મેશ ઉર્ફે ધમો પરેશભાઈ ડાભી (રહે. રેયાધાર, રાજકોટ), ૪. ઋષિક ઉર્ફે રૂત્વીક પરેશભાઈ ડાભી (રહે. ચાર માળીયા ક્વાર્ટર, રાજકોટ), ૫. સુધાબેન સુનીલભાઈ ધામેલીયા (રહે. રેયાધાર આવાસ યોજના, રાજકોટ), ૬. મયુર સુનીલભાઈ ધામેલીયા (રહે. રેયાધાર આવાસ યોજના, રાજકોટ), ૭. વિશાલભાઈ રાજુભાઈ ગોહિલ (રહે. માધાપર ચોડી પાસે, રાજકોટ), ૮. શક્તિ ડાયાભાઈ રાઠોડ (રહે. ઈન્દિરાનગર, રાજકોટ), ૯. વિપુલ પ્રવીಣભાઈ બગથરીયા (રહે. ખોડીયાર નગર, રાજકોટ), ૧૦. રાજ નિલેશભાઈ કાપડી (રહે. રેયાધાર, રાજકોટ), ૧૧. વિનય રાજુભાઈ ઉકેડીયા (રહે. મનહરપુર-૧, રાજકોટ), ૧૨. સચીન પ્રવિણભાઈ વોરા (રહે. રેયાધાર મફતીયાપરા, રાજકોટ), ૧૩. આકાશ જીવનભાઈ ઉર્ફે જીવાભાઈ વારગીયા (રહે. રેયાધાર, રાજકોટ), ૧૪. મીત રમેશભાઈ ખગ્રામ (રહે. શ્રીનાથજી સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ) ૧૫. અન્ય એક સાગરીત સહિત કુલ ૧૫ આરોપીઓ સામેલ છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો સામે દાખલો બેસાડવા કુલ ૧૦ ગેંગો વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પંડા ગેંગ, મુર્ગા ગેંગ, બાટલી ગેંગ, ઓડીયા ગેંગ, ઇબાલા ગેંગ, શામજી મંકા ગેંગ, અલ્તાફ છ આંગળી ગેંગ, રામદેવ ડાંગર ગેંગ, ફિરોઝ ઉર્ફે ફીરીયા સિન્ડિકેટ અને ફાંડા ગેંગનો સમાવેશ થાય છે. આ તમામ મળીને કુલ ૧૨૮ શખ્સો સામે ગુજસીટોક હેઠળ સકંજા કસવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરી ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, તથા પો.સબ.ઇન્સ. સી.બી.જાડેજા, વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, એસ.એમ.રાણા, દી.પી.ઝાલા, વી.ડી.રાવલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ ગુનાની વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશનર (પશ્ચિમ વિભાગ) દ્વારા ચલાવવામાં આવી રહી છે.
(7:39 PM IST)










