<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: પોરબંદર ડબલ મર્ડર કેસના ફરાર પેરોલ જમ્પ કેદીને બોટાદના પાળીયાદથી ઝડપી પાડ્યો : રાજકોટ જેલમાં કરાયો સળિયા પાછળ

વચગાળાના જામીન પર છૂટીને નાસી ગયેલા 38 વર્ષીય વિજય મોઢવાડીયા વિરુદ્ધ 5 ગુનાનો ગુનાહિત ઇતિહાસ : હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી પકડાયો આરોપી : પોલીસ કમિશનરની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડની તપાસ

રાજકોટ, તા. 16  : રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની PAROLE FURLOUGH SQUADએ વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલા એક કુખ્યાત આરોપીને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. પકડાયેલો આરોપી પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલો હતો અને રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.

પકડાયેલા કેદીનું નામ વિજય ઉર્ફે વિજય રામદેવભાઈ મોઢવાડીયા, ઉ.વ. 38* છે. તે આદિત્યાણા, તા. રાણાવાવ, જી. પોરબંદરનો રહેવાસી છે. આરોપી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત જેલમાં હાજર ન થતા તેને "પેરોલ જમ્પ" જાહેર કરવામાં આવ્યો હતો.

આરોપી વિરુદ્ધ *રાણાવ પો.સ્ટે.માં કુલ 5 ગુના નોંધાયેલા છે. જેમાં સૌથી ગંભીર 2 ગુના ડબલ મર્ડરના છે:

1.  ગુ.ર.નં.20/2018* અને ગુ.ર.નં.18/2018* - IPC કલમ 302, 143, 147, 148, 149, 34 + GP Act 135 ,2.  ગુ.ર.નં.15/2016* - IPC કલમ 325, 324, 323, 114, 506(2) + GP Act 135,3.  ગુ.ર.નં.14/2015 અને *ગુ.ર.નં.17/2015- મારામારી અને ધાકધમકીના ગુના

રાજકોટ શહેરના પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમની સૂચનાથી શહેરમાં ફરતા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 

આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ PSI એસ.બી. ધાસુરા અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. *હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ*ના આધારે ટીમને માહિતી મળી કે આરોપી *બોટાદ જિલ્લાના પાળીયાદ વિસ્તારમાં છુપાયેલો છે. 

ટીમે તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ઝડપી પાડ્યો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ફરીથી રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપી દેવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં PI કે.કે. ગોહિલ, PSI એસ.બી. ધાસુરા, ASI ઝાલરભાઈ ખફીક, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ જોડાયેલી હતી.

(3:33 PM IST)