તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 25th May 2026
રાજકોટ જિલ્લા કક્ષાની પોલીસ સલાહકાર સમિતિની ઉપલેટામાં બેઠક યોજાઈ

ઉપલેટાઃ રાજકોટ જિલ્લામાં મેં માસની પોલીસ સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ કલેક્ટર તથા પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી જેમાં સમિતિના સભ્યો હરેશભાઈ હેરભા, રાજુભાઈ ગોંડલીયા, જયેશભાઈ ત્રિવેદી, નવીન પરી ગોસ્વામી, મીનાબેન લુણાગરિયા અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. જિલ્લાના શહેરોના મુખ્ય માર્ગો અને બજારમાં થતી ટ્રાફિક નિવારણ ની સમસ્યાનો ઉકેલ કરવો અને પોલીસ પેટ્રોલિગ વધારવા માટે યોગ્ય ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી તેનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવાની ખાતરી આપી હતી તેમજ હાલમાં ઉપલેટામાં સોનીની દુકાનમાં ગ્રાહકના સ્વાંઞમાં આવેલી મહિલા દ્વારા સોનાની ચોરી ઉપલેટા પી આઈ તથા પોલીસનીની મદદ લઈ સોનુ મૂળ વેપારીને પરત આપવામાં આવ્યુ તેની પણ ચર્ચા કરવામાં આવી ત્યારની તસ્વીર.
(4:08 PM IST)










