<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ ૨૫૦૦ દીવાઓથી ઝગમગ્‍યું

દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે સૌને સક્રિય યોગદાન આપવા જિલ્લા ક્‍લેક્‍ટરશ્રીનો અનુરોધ

 

 

રાજકોટ, તા.૧૮: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૬મા જન્‍મદિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ભારત માતાની પ્રતિકળતિમાં ૨૧૦૦ તેમજ રંગોળીમાં ૪૦૦ દીવાઓ મળીને કુલ ૨૫૦૦ દીવાઓની જ્‍યોત પ્રગટાવાતા એરપોર્ટ ખાતે દીપોત્‍સવી જેવો માહોલ સર્જાયો હતો.

દીપ પ્રાગટય સાથે ભારત માતા કી જયના નારા વચ્‍ચે પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ આયુષ્‍ય માટે ઉપસ્‍થિત સૌએ પ્રાર્થના કરી હતી.

રાજકોટ જિલ્લા ક્‍લેક્‍ટર ડો.ઓમ પ્રકાશે ઉપસ્‍થિત સૌ પદાધિકારીઓ તેમજ અધિકારીઓને પ્રધાનમંત્રીના જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી ‘વિકસિત ભારત સંકલ્‍પ અભિયાન'માં સૌને ઉત્‍સાહથી જોડાવા અને દેશને વર્ષ ૨૦૨૪૭ સુધીમાં વિકસિત બનાવવાના અભિયાનમાં સક્રિય  યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે આયોજિત એક દીવો આશીર્વાદનો કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, પૂર્વ પ્રમુખ  પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, આસિ. ક્‍લેક્‍ટર શ્રી ટીના કલ્‍યાણ, જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડા, નાગદાનભાઈ ચાવડા, સી.આઇ.એસ.એફ.ના શ્રી અમનદીપ સરસવા, સી.આઇ.એસ. એફ.ના જવાનો, એરપોર્ટ ઓથોરિટી ટીમ, પોલીસ તથા જી.આર.ડી.ના જવાનો તેમજ સ્‍થાનિક આગેવાનો સહભાગી બન્‍યા હતા.

(2:25 PM IST)