News of Wednesday, 15th July 2026
રાજકોટ જેલની રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમે મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો

રાજકોટઃ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રીમતિ ધર્મિષ્ઠાબેન વી. ગજ્જર, આયોગના સભ્ય કમલેશભાઇ રાઠોડ, અમૃતાબેન સખીયા, રાજકોટ શહેરના નાયબ નિયમક વસીમભાઇ સૈયદ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દલસુખભાઇ દેરવાડીયા, ચીફ ઓફિસર સંતોષભાઇ રાઠોડ, સુર્ક્ષા અધિકારી પંકજભાઇ દુધરેજીયા સહિતની ટીમે મધ્યસ્થ જેલની મુલાકાત લઇ મહિલા વિભાગ, બેરેક, રસોઇઘર, ઉદ્યોગ સહિતની મુલાકાત લીધી હતી અને મહિલા બંદીવાનો સાથે સંવાદ કરી સુવિધા, આહાર, સ્વાસ્થ્ય સહિતની સમિક્ષા કરી હતી. તેમજ ચેરમેન દ્વારા જેલ પ્રશાસનની બાળકો તેમજ મહિલાઓ પ્રત્યેની સંવેદનશીલતા તથા રસોઇ ઘરની કામગીરીની પ્રસંશા કરી હતી. અધિક્ષક વી. પી. ગોહિલ, નાયબ અધિક્ષક ડી. પી. રબારી અને સિનીયર જેલર એમ. આર. ઝાલાની ટીમના જેલ વ્યવસ્થાપન અને કાર્ય પધ્ધતિ બાબતે પણ આયોગની ટીમે સંતોષ વ્યક્ત કર્યો હતો.
(2:48 PM IST)










