News of Thursday, 23rd April 2026
રાજકોટ લોહાણા મહાજન દ્વારા સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરીચય કાર્યક્રમ યોજાયોઃ અનોખી જ્ઞાતિ એકતા
મહાનગરપાલિકાની ચૂંટણી સામે દેખાય છે ત્યારે સંગઠન થકી હકારાત્મક સંદેશ : * કાર્યક્રમની શરૂઆતમાં અકિલા પરીવારના બહેન સ્વ. ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. * વિવિધ પક્ષોના પાંચ રઘુવંશી ઉમેદવારો વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, નિતાબેન લાલ, અતુલભાઇ રાજાણી અને પરેશભાઇ શીંગાળાની સમાજોપયોગી પ્રવૃતિઓને બિરદાવવામાં આવીઃ સન્માનીત કરાયાઃ અગ્રણીઓની વિશાળ હાજરી. * પાંચેય રઘુવંશી ઉમેદવારોને સમાજ એકતાના ભાગ રૂપે સતત પ્રોત્સાહન આપીને જંગી બહુમતીથી જીતાડીએઃ રાજુભાઇ પોબારૂ. * સમાજમાં રાજકારણ ન હોવું જોઇએ પરંતુ રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ ચોક્કસ હોવું જોઇએ : ડો.નિશાંતભાઇ ચોટાઇ

રાજકોટ લોહાણા મહાજન દ્વારા મહાનગર પાલીકાની ચુંટણીને અનુલક્ષીને યોજાયેલ સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હાજર રહેલ અગ્રણી-જ્ઞાતિજનોએ પોતાની જગ્યાએ ઉભા થઇને અકિલા પરિવારના બહેન સ્વ. ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાને ભાવપુર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક સહિતના અગ્રણીઓએ રઘુવંશી ઉમેદવારો વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી, નિતાબેન લાલ, અતુલભાઇ રાજાણી, પરેશભાઇ શીંગાળાનું અદકેરૂ સન્માન કર્યુ હતું. જે દ્રશ્યમાન થાય છે. રઘુવંશી ઉમેદવારોના પરીચય કાર્યક્રમ દરમ્યાન રાજકોટ મહાનગર પાલીકાના પુર્વ દંડક શ્રી મનિષભાઇ રાડીયા, શહેર ભાજપના પુર્વ ખજાનચી શ્રી દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ, જીતુભાઇ ચંદારાણા, કમલેશભાઇ લાલ, નરેન્દ્રભાઇ નથવાણી સહીતના આગેવાનો, જ્ઞાતિજનો ઉત્સાહપુર્વક હાજર રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ર૩: સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ ર૬ એપ્રિલ, ર૦ર૬ રવિવારના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનો માહોલ બરાબર જામ્યો છે અને કરોડો ગુજરાતીઓમાં પણ ચૂંટણી સંદર્ભે ઉત્કંઠા જોવા મળી રહી છે. વિવિધ પક્ષો અને ઉમેદવારો દ્વારા સતત દોડધામ થઇ રહી છે. મતદારોને રીઝવવા શકય તેટલા તમામ પ્રયત્નો થઇ રહયા છે. રાજકોટ મહાગનરપાલિકાની ચૂંટણી પણ આ તમામ પરિબળો વચ્ચે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને જ્ઞાતિની માતૃસંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા નૈતિક-સામાજીક ફરજના ભાગરૂપે ગઇકાલે સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરિચય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જ્ઞાતિ એકતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સંગઠન થકી સમગ્ર સમાજમાં એક હકારાત્મક સંદેશ ગયો હોવાનું જોવા મળે છે.
અગ્રણીઓની વિશાળ હાજરી વચ્ચે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં અચાનક અનંતની યાત્રાએ નિકળી ગયેલા અકિલા પરિવારના બહેન સ્વ. ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા ને બે મિનિટ મૌન પાળી તમામ લોકોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને સ્વ. ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાના આત્માની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી હતી.
વિવિધ રાજકીય પક્ષોમાંથી કુલ પાંચ રઘુવંશી ઉમેદવારો આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહયા છે જેમાં શ્રીમતિ વર્ષાબેન પાંધી (વોર્ડ નં. ૭, ભાજપ), શ્રીમતિ દક્ષાબેન વસાણી (વોર્ડ નં. ૯, ભાજપ) શ્રીમતિ નિતાબેન લાલ (વોર્ડ નં. ૧૦, ભાજપ), શ્રી અતુલભાઇ રાજાણી (વોર્ડ નં. ૩, કોંગ્રેસ) તથા શ્રી પરેશભાઇ શીંગાળા (વોર્ડ નં. ૭, આપ) નો સમાવેશ થાય છે. તમામ ઉમેદવારોની સમાજોપયોગી પ્રવૃતિઓને બિરદાવીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉમેદવારોએ પોતાનો ટુંકો પરિચય પણ આપ્યો હતો. વર્ષાબેન પાંધી, દક્ષાબેન વસાણી અને નિતાબેન લાલ ત્રણેય રઘુવંશી મહિલા ઉમેદવારોનો પરિચય શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણીએ આપ્યો હતો. કાર્યક્રમનું સુચારૂ સંચાલન અને અંતમાં આભારવિધિ કરનાર રાજકોટ લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન કોટકે તમામ ઉમેદવારોનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. તમામ રઘુવંશી ઉમેદવારો વિવિધ સામાજીક, સેવાકીય, ધાર્મિક પ્રવૃતિઓને જનભાગીદારી સાથે સાંકળીને રઘુવંશી સમાજનું ગૌરવ વધારી રહયા છે.
સર્વપક્ષીય રઘુવંશી ઉમેદવાર પરિચય કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદબોધન કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઇ રાજકીય કાર્યક્રમ નથી પરંતુ સમાજ ઉત્કર્ષ-એકતા અને સંગઠનના ભાગરૂપે વિવિધ રાજકીય પક્ષોના પાંચેય રઘુવંશી ઉમેદવારોને સતત પ્રોત્સાહન આપીને જંગી બહુમતીથી જીતાડવા તે આપણાં સૌની ફરજ છે. રાજકોટ લોહાણા મહાજન પોતાની નૈતિક સામાજીક ફરજના ભાગરૂપે સમાજ એકતા-સંગઠન માટે વિવિધ પ્રવૃતિઓ થકી સતત કાર્યરત રહે છે. સામાજીક, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણીક, રોજગાર લક્ષી, તબીબી પ્રવૃત્તિઓ માટે રાજકોટ લોહાણા મહાજન સદાય તત્પર છે. તેવું પણ જણાવ્યું હતું.
રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું કે, સતત હકારાત્મક વિચાસરણી અને પ્રગતિ કરવા માટે જ્ઞાતિ-સમાજની એકતા બંધુત્વ અને સંગઠન વર્તમાન સમયમાં અનિવાર્ય છે. સમાજમાં રાજકારણને હોવું જોઇએ પરંતુ રાજકારણમાં સમાજનું પ્રતિનિધિત્વ ચોકકસ હોવું જોઇએ તેવું પણ અંતમાં જણાવ્યું હતું.
નિતિનભાઇ નથવાણીએ પણ જ્ઞાતિ એકતા ઉપર ગરીમાપૂર્ણ પરિચય કાર્યક્રમમાં ભાર મૂકયો હતો.
ગરીમપૂર્ણ પરિચય કાર્યક્રમમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્ખર, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, જીતુભાઇ ચંદારાણા, શૈલેષભાઇ પાબારી, ધવલભાઇ ખખ્ખર, અગ્રણીઓશ્રી મનિષભાઇ રાડીયા, દિનેશભાઇ કારીયા, કિશોરભાઇ કોટેચા, નિતીનભાઇ રાયચુરા, હસુભાઇ ભગદેવ, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, કાશ્મીરાબેન નથવાણી, વિજયભાઇ કારીયા, નિતીનભાઇ નથવાણી, ભરતભાઇ કોટેચા, જગદીશભાઇ ગણાત્રા, યોગેશભાઇ જસાણી, નટુભાઇ કોટક, સંજયભાઇ લાખાણી, મેહુલભાઇ નથવાણી, અશોકભાઇ હિન્ડોચા, આસીતભાઇ સોનપાલ, મિનળબેન સોનપાલ, રત્નાબેન સેજપાલ, નિલેષભાઇ ચંદારાણા, ચંદુભાઇ રાયચુરા, ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. મયંકભાઇ ઠક્કર, અનિલભાઇ પારેખ, મુકેશભાઇ બુધ્ધદેવ, બિંદિયાબેન અમલાણી, હિનાબેન પોપટ, પ્રદિપભાઇ સચદેવા, રમણભાઇ કોટક, જસુમતીભાઇ વસાણી, હિતેનભાઇ પારેખ-દક્ષિણી, નરેન્દ્રભાઇ નથવાણી, દિપકભાઇ રાજાણી, રીટાયર્ડ પ્રોફેસર કિરીટભાઇ ગણાત્રા, પ્રિન્સીપાલ પ્રિતિબેન ગણાત્રા, રાકેશભાઇ પોપટ, નિલેશભાઇ જોબનપુત્રા, જયંતભાઇ સેજપાલ, બકુલભાઇ નથવાણી, સોનલબેન સોમૈયા, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, કલ્પેશભાઇ સહિતના અગ્રણીઓ-જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
(3:11 PM IST)










