<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

રાજકોટ લોકમેળોઃ ફોર્મ વિતરણ અને ભરવાની મૂદત ૩૧મી સૂધી લંબાવાઈ

રાજકોટ, તા.૨૯: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા. ૦૨/૦૯/૨૦૨૬ થી તા.૬/૦૯/૨૦૨૬ દરમિયાન લોકમેળા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્‍યું છે. લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્‍ટોલ અને પ્‍લોટ મેળવવા માટે ફોર્મ વિતરણ તથા સ્‍વીકારવાની સમયમર્યાદામાં લોકમેળા સમિતિ દ્વારા વધારો કરવામાં આવ્‍યો છે. વધુ લોકો ભાગ લઈ શકે તે માટે અગાઉ જાહેર કરાયેલી ૨૮ જુલાઈની સમય મર્યાદા લંબાવીને હવે તા.૨૯/૦૭/૨૦૨૬ થી તા.૩૧/૦૭/૨૦૨૬ સુધી ફોર્મનું વિતરણ અને પરત સ્‍વીકારવાનો નિર્ણય લેવાયો છે.

ફોર્મ વિતરણ તથા પરત સ્‍વીકારવાની કામગીરી ઇન્‍ડિયન બેન્‍ક, તોરલ બિલ્‍ડીંગ, રાજકોટ ખાતેથી કરવામાં આવશે. કેટેગરી B, C, J અને K ના પ્‍લોટ/સ્‍ટોલ માટે અગાઉ ૧ ઓગસ્‍ટ શનિવારના રોજ યોજાનાર ડ્રો હવે તારીખ ૦૩/૦૮/૨૦૨૬ સોમવારના રોજ યોજાશે. જ્‍યારે પ્‍લોટ/સ્‍ટોલની હરાજીની તારીખોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

 

(3:42 PM IST)