<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

રાજકોટ રેલ્‍વે પોલીસના મહિલા એએસઆઇ સસ્‍પેન્‍ડઃ ગૂમ સગીર દ્વારકાથી મળી આવ્‍યો

૨૪ કલાક પછી આવજો કહીને મહિલા પીએસઓ ગોદડુ ઓઢી સુઇ ગયા હતાં મોબાઇલ ગેમ રમવા બાબતે ઠપકો અપાતાં નીકળી ગયો હતોઃ પીઆઇ એચ. એમ. રાણા, પીએસઆઇ બી. જે. જાડેજા, જે. બી. કુરેશી, જે. એમ. પરમાર સહિતની ટીમે બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું

રાજકોટ તા. ૨૩: રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ કામિનીબેનન સમક્ષ એક પરિવાર પોતાનો બાળક ગૂમ થયાની જાણ કરવા આવ્‍યો ત્‍યારે તેણીએ ૨૪ કલાક પછી આવજો તેમ કહ્યું હતું અને ગોદડુ ઓઢી સુઇ ગયા હતાં. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ આકરી કાર્યવાહી કરી આ મહિલા એએસઆઇને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. બીજી તરફ ગૂમ થયેલા બાળકને રેલ્‍વે પોલીસ, એલસીબીની ટીમોએ દ્વઅરકાની શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ શનીવારે વહેલી સવારે સવારે રાજકોટ શહેરના ગાયકવાડી વિસ્‍તારમાં રહેતા હરેશભાઈ ભગતરામ ભખતીયાપુરી અને કવિતાબેનનો ૧૩ વર્ષીય પુત્ર રાત્રે મોડે સુધી મોબાઈલ ફોનમાં વીડિયોગમ રમતો હોઇ આ બાબતે  ઠપકો અપાતોં તે રીસાઈને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. ત્‍યારબાદ તેણે કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિના ફોન પરથી માતાને ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્‍યું હતું. હરેશભાઈ સુરત ખાતે ધંધા અર્થે ગયેલા હોવાથી માતાએ તેમના ભાઈ મુરલી વિનોદભાઈ ભાવનાણીને આ અંગે જાણ કરી હતી.

રિવારજનો બાળકને શોધતા-શોધતા પ્‍લેટફોર્મના સીસીટીવી ફૂટેજ તપાસવા રાજકોટ રેલવે પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. પ્‍લેટફોર્મના સીસીટીવીનું સંચાલન આરપીએફ હસ્‍તક હોવાથી સંપર્ક કરાતા પીએસઓ એએસઆઈ સાથેની વાતચીતનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ફરજમાં બેદરકારી દાખવી અયોગ્‍ય જવાબ આપનાર એએસઆઈ કામિનીબેનને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

બનાવની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને ઈન્‍ચાર્જ અધિક પોલીસ મહાનિરીક્ષક કે.એન. ડામોર અને પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાની સુચના મુજબ રાજકોટ રેલવે ડિવિઝનના ઈન્‍ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી તથા પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર એચ.એમ. રાણાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી જામનગર, ખંભાળીયા અને દ્વારકા તરફ રવાના કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે બાળક પાસે મોબાઈલ ન હોવાથી તેણે દ્વારકા ટાઉનની કેશવ પાનની દુકાન પરથી પોતાના નાનાજી વિનોદભાઈ ભાવનાણીને ફોન કરાવી ઓનલાઈન ૩૦૦ મેળવ્‍યા હતા. પોલીસને આ માહિતી મળતા સર્વેલન્‍સ ટીમે દ્વારકા ખાતે પાનની દુકાન અને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ્‍યા હતા, જેમાં બાળક દ્વારકા રેલવે સ્‍ટેશનથી બપોરે ૩:૪૫ વાગ્‍યાની ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાનું સ્‍પષ્ટ થયું હતું. જેના આધારે રાજકોટ રેલવે સ્‍ટેશન ખાતે સર્વેલન્‍સ ટીમના સાગરભાઈ રાજપુત, દેવેન્‍દ્રભાઈ અને હોમગાર્ડ જવાન જયેશભાઈ પંડ્‍યાએ ટ્રેન ચેક કરતા બાળક મળી આવ્‍યો હતો અને રાત્રે ૯ વાગ્‍યે ટ્રેન રાજકોટ પહોંચ્‍યા બાદ તેને સહીસલામત પરિવારને સોંપવામાં આવ્‍યો હતો.

બાળકને પરત સોંપતી વખતે પરિવારે રાજકોટ રેલવે પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો અને જણાવ્‍યું હતું કે આ અગાઉ પણ આ બાળક ઘરેથી નીકળી ગયો હતો, ત્‍યારે રાજકોટ શહેર પોલીસની ખ્‍ણ્‍વ્‍શ્‍ ટીમે તેને શોધી કાઢયો હતો. આ સમગ્ર સફળ કામગીરીમાં પીઆઈ એચ.એમ. રાણા, સર્વેલન્‍સ સ્‍કોડના પીએસઆઈ બી.જે. જાડેજા, પીએસઆઈ જે.બી. કુરેશી, એલસીબી પીએસઆઈ જે.એમ. પરમાર, જામનગર પીએસઆઈ પી.વી. ડોડીયા, આરપીએફ ડીએસસી અશોકકુમાર ત્‍યાગી, પીઆઈ કે.પી. સિંહ, દ્વારકા ઓ.પી. ટીમ તેમજ એએસઆઈ શક્‍તિસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતાં.

(2:55 PM IST)