News of Tuesday, 23rd June 2026
રાજકોટવાસીઓ હવે મેયરને સીધી કરી શકશે ફરિયાદ
મેયર ડો. નેહલ શુક્લે જાહેર કર્યો મોબાઇલ નંબર, નાગરિકો સીધા રજૂ કરી શકશે પ્રશ્નો

રાજકોટ, તા.૨૩: શહેર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના નવા મેયર તરીકે નિયુક્ત થયેલા ડો. નેહલ શુક્લએ નાગરિકોની સુવિધા અને ઝડપી સમસ્યા નિવારણ માટે પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યો છે. મેયર ચેમ્બર બહાર પણ આ નંબરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેથી શહેરના લોકો સરળતાથી સંપર્ક કરી શકે.
હવે રાજકોટવાસીઓ શહેરના રસ્તા, પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની નાગરિક સમસ્યાઓ અંગે સીધા મેયર સુધી પોતાની ફરિયાદ અને રજૂઆત પહોંચાડી શકશે. મેયર દ્વારા જાહેર કરાયેલ ૭૯૯૦૧ ૬૦૭૦૦ નંબર પર નાગરિકો પોતાની ફરિયાદો અને સૂચનો મોકલી શકશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે તાજેતરમાં ડો. નેહલ શુક્લની વરણી કરવામાં આવી હતી. મેયર પદ સંભાળ્યા બાદ તેમણે નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ પહેલથી શહેરની સમસ્યાઓના ઝડપી નિરાકરણમાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાગરિકો માટે મેયરનો સીધો સંપર્ક ઉપલબ્ધ થતાં હવે ફરિયાદોના નિકાલમાં વધુ પારદર્શિતા અને જવાબદારી જોવા મળશે તેવી ચર્ચા શહેરમાં શરૂ થઈ છે
(3:17 PM IST)










