<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

પ્રથમ સારા વરસાદે જ રાજકોટના માર્ગો પાણી પાણી : વાહનો તણાયા

રાજકોટ : મેઘરાજા વહાલ વરસાવે તેવી રાહ જોઇ રહેલા રાજકોટની ઇચ્‍છા ગઇ કાલે રાત્રે પૂર્ણ થઇ હતી. દિવસ ભર છાંટા વરસાવ્‍યા બાદ ગઇ રાત્રે ૧૨ વાગ્‍યા આસપાસ મેઘરાજાએ થોડી વાર માટે ધોધમાર વરસવાનું ચાલુ કરતા અડધો કલાકમાં અઢીથી ત્રણ ઇંચ પાણી વરસી ગયુ હતુ. જેના કારણે નીચાણવાળા માર્ગો ઉપર પાણી પૂરની જેમ વહેતા થયા હતા. જેમાં કાર અને ટુવ્‍હીલર જેવા વાહનો તણાવા લાગ્‍યા હતા. જે તસ્‍વીરોમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:46 PM IST)