<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

"Wedding Invitation APK" ના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકીનો રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ : 3 શખ્સોની ધરપકડ કરી 9 વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલ્યો, રૂ. 19.61 લાખનો મુદ્દામાલ જપ્ત : 350થી વધુ લોકો સાથે છેતરપિંડીનો ખુલાસો

વોટ્સએપ પર WEDDING INVITATION http://CARD.apk મોકલી ધોરાજીના વૃદ્ધના ખાતામાંથી 6.57 લાખ ઉપાડી લીધા, પશ્ચિમ બંગાળમાં કોલ સેન્ટર ચલાવી મહિલાઓના નામે એકાઉન્ટ બનાવી ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી સોના ખરીદી હવાલા મારફતે નાણાં વહેંચતી ટોળકી પાસેથી 73 સોનાના સિક્કા, 11 મોબાઈલ, 18 બેંક કાર્ડ જપ્ત, 14 અલગ-અલગ APK ફાઈલો મળી

રાજકોટ તા.૨૭ : રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે "Wedding Invitation APK" ફાઈલના નામે સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ 9 વણશોધાયેલા સાયબર ફ્રોડના ગુનાઓ શોધી કાઢ્યા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નિર્લિપ્ત રાય (IPS) અને પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય વિજય સિંહ ગુર્જર (IPS) ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જે. ગોધમે આ સફળ કામગીરી કરી છે

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11213003260006/2026 BNS કલમ 318(4), આઈ.ટી એક્ટ 66(ડી) મુજબ ફરિયાદી જ્યોતિલાલ પ્રાગજીભાઈ ભેંસદડીયા ઉ.વ. 68 રહે. યુપીડી ગામ સરદાર પટેલ સોસાયટી તા. ધોરાજી એ ફરિયાદ નોંધાવી હતી. તા.28/09/2025 ના રોજ ફરિયાદીએ જણાવ્યું કે તેમના જાણીતા વિજયભાઈ પરમારના નંબર પરથી WhatsApp મારફતે "WEDDING INVITATION http://CARD.apk" નામની 14 MB ની APK ફાઈલ આવી હતી. ફાઈલ ખોલવાનો પ્રયત્ન કરતા ખુલી નહીં અને ત્યારબાદ તા.23/09/2026 ના રોજ રૂ. 6,00,000/- તથા તા.25/09/2026 ના રોજ રૂ. 57,000/- મળી કુલ રૂ. 6,57,000/- તેમના બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા.

તપાસ દરમિયાન APK ફાઈલ, તેના કોડ/પોર્ટ, ટેલિગ્રામ ચેટ/બોટ, બેંકિંગ વ્યવહારો, UPI, CDR તથા ડિજિટલ પુરાવાઓની તપાસ કરતા રૂ. 6,00,000/- ની રકમનો ઉપયોગ ઓડિશાના ભુવનેશ્વર ખાતે કલ્યાણ જ્વેલર્સમાંથી UPI મારફતે સોનાના સિક્કા ખરીદવા થયેલ હોવાનું સામે આવ્યું. જ્વેલર્સના સીસીટીવી ફૂટેજ, બિલ અને મોબાઈલ લોકેશનના આધારે ઝોયા ખાન અને મહંમદ તૌસીફ રઝા અંગે કડી મળી.

પોલીસ ટીમે કટકથી રાજસ્થાન અને બેંગલુરુ ખાતે તપાસ કરી મહંમદ તૌસીફ રઝા અને ઝોયા ખાનની અટકાયત કરી. તેમની પાસેથી સોનાના સિક્કા, ચેઈન, 8 મોબાઈલ, કાર્ડ, સિમ સહિત રૂ. 19,66,847/- નો મુદ્દામાલ મળ્યો. બેંગલુરુ ગ્રામીણ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા "Mr. Nobody" નામે સેવ કરેલ મહંમદ દાનીસ ઉર્ફે ડેનિયલ રહે કોલકાતાનું નામ ખુલ્યું. તા.23/10/2026 ના રોજ કોલકાતા ખાતેથી તેની પણ ધરપકડ કરી અલીપોર કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ત્રણેયના 8 દિવસના રિમાન્ડ મેળવાયા.

આરોપીઓ પશ્ચિમ બંગાળ ખાતે કોલ સેન્ટર ચલાવી, મહિલાઓના નામે વોટ્સએપ એકાઉન્ટ બનાવી, લગ્નના આમંત્રણ, વીજળીના બિલ, ઈ-ચલાન, ફરિયાદના નામે APK ફાઈલ મોકલી મહિલાના વોઈસનો ઉપયોગ કરી ફાઈલ ડાઉનલોડ કરાવતા. એકવાર ફોનમાં ઈન્સ્ટોલ થતા ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી તેનાથી સોનાના સિક્કા ખરીદી, બીજી જગ્યાએ વેચી રોકડ કરી, પેટ્રોલપંપ પર કમિશન આપી હવાલા મારફતે નાણાં પહોંચાડતા હતા.

1) મોહમ્મદ દાનિશ આલમગીર રીઝવી જાતે અન્સારી ઉ.વ. 28 રહે P-213/A/1 રામેશ્વરપુર રોડ ગાર્ડન રીચ એસ.ઓ કોલકાતા વેસ્ટ બંગાળ - મુખ્ય સૂત્રધાર, APK ડેવલપર સાથે સંપર્ક ધરાવે છે, ફ્રોડના નાણાંથી સોનું ખરીદાવી વહેંચણી કરે છે.

2) મોહમ્મદ તૌસીફ રઝા મોહમ્મદ સાબિર હુસૈન, હાલ વ્હાઈટફિલ્ડ બેંગલુરુ, કાયમી કોલકાતા - ઝોયા સાથે મળી QR કોડ મોકલી પેમેન્ટ કરાવતો, ATM માંથી રોકડ ઉપાડી દાનીસ સુધી પહોંચાડતો.

3) ઝોયા ખાન મોહમ્મદ સાજિદ તબ્રેઝ, હાલ વ્હાઈટફિલ્ડ બેંગલુરુ, કાયમી હાવડા કોલકાતા - તૌસીફની મંગેતર, જ્વેલર્સમાંથી સોનું ખરીદી ખોટું આઈડી પ્રૂફ આપી બિલ બનાવતી.

 

કબ્જે કરેલ મુદ્દામાલ:

(1) મોબાઈલ ફોન-11 કિં.રૂ. 4,85,000/-

(2) સોનાના સિક્કા 73 નંગ તથા સોનાની ચેઈન કિં.રૂ. 11,62,274/-

(3) રોકડ રકમ રૂ. 19,600/-

(4) અલગ અલગ બેંકના ક્રેડિટ/ડેબીટ કાર્ડ નંગ-18

(5) અલગ અલગ કંપનીના મોબાઈલ સીમકાર્ડ નંગ-9

કુલ મુદ્દામાલ રૂ. 19,61,274/મળી આવેલ APK ફાઈલો Wedding http://Invitation.apk, http://Sjs.apk, http://Super.money.apk, m Parivahan New http://BinanceDropper.apk, http://Intership.com.apk, wedding http://card.apk, sexy http://girls.apk, wedding http://video.ap, http://DOC-20260818-WA0000.apk, sexy http://videocall.apk, 85_6330159410593144445.apk, http://ddda.apk, wedding invitation card...apk, http://hdfc.apk

1) ધોરાજી તાલુકા પો.સ્ટે. 0845/2026 - BNS 318(4), IT Act 66(C)

2) દાદરા નગર હવેલી સીલવાસા 0097/2026 - BNS 318(4)

3) દાદરા નગર હવેલી સીલવાસા 0112/2026 - BNS 318(4)

4) ઉદયપુર સાયબર ક્રાઈમ 0048/2026 - BNS 318(4),319,316(2), IT Act 66(D)

5) મુંબઈ શહેર થાણે 0584/2026 - BNS 318(4), IT Act 66(C)

6) રાજકોટ શહેર થોરાળા 0696/2026 - BNS 318(4), IT Act 66(D)

આ ઉપરાંત ગુજરાત સહિત ભારતભરમાં 350થી વધુ લોકો સાથે છેતરપિંડી થયાનું ખુલ્યું છે, જે અંગે તપાસ ચાલુ છે.

અજાણી APK ફાઈલ ડાઉનલોડ ન કરવી, ઓળખીતા નંબર પરથી આવે તો પણ ખરાઈ કરવી, શંકાસ્પદ લિંકથી બચવું, SMS, કોન્ટેક્ટ, Accessibility પરવાનગી આપતા પહેલા વિચારવું, OTP/UPI PIN કોઈને ન આપવો, ભોગ બન્યા હોય તો તરત 1930 પર અને https://cybercrime.gov.in પર ફરિયાદ કરવી.

 

આ કામગીરી  પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) ના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.જે. ગોધમ, વાયરલેસ પી.આઈ. એમ.એન. કંડીયા, પીએસઆઈ એ.એન. કામળીયા, આર.જે.જાડેજા પો.સ.ઈ. ગોંડલ તાલુકા પો.સ્ટે., વાયરલેસ પો.સબ.ઈન્સ. એમ.જે રાઠોડ, સી.બી.વાંક એસ.કે.સોલંકી તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(3:55 PM IST)