News of Thursday, 23rd April 2026
રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાએ કોટડાસાંગાણીમાં સંવેદનશીલ બુથ અને .સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી
જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી ૨૦૨૬ અન્વયે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા.૨૩: જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી ૨૦૨૬ અન્વયે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ બુથની વિઝીટ કરવામાં આવી હતી. આ ઉપરાંત કોટડાસાંગાણી મૂળવાજી કોલેજ ખાતે રાખવામાં આવેલ સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાએ સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ પોલીસ બંદોબસ્ત અને જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરા, સુરક્ષા જવાનોની તૈનાતી સહિતની વ્યવસ્થા અંગે સ્થળ પર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
(11:41 AM IST)










