તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 2nd September 2026
રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર સીટીંગ વ્યવસ્થા વધારવાને બદલે ઘટાડી દેવાતા મુસાફરોને હાલાકી

રાજકોટ : મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દીલીપભાઇ આસવાણી, સીનીયર સીટીઝન નાગજીભાઇ વિરાણી, પ્રતાપભાઇ વાળા, જેન્તીભાઇ હિરપરા, પૂર્વ ફોજી નટુભા ઝાલાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પર પુરતી સીટીંગ વ્યવસ્થાના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બસપોર્ટ પર ૧૨૦૦થી વધુ બસો અને પ૦ હજારથી વધુ મુસાફરોની અવર જવર કાયમ હોય છે. તેમ છતા મુસાફરોને બેસવા માટે પણ પુરતી વ્યવસ્થા નથી.
બેઠક વ્યવસ્થા વધારવાને બદલે હાલમાં જ ચોકીની સામેની બે હરોળની બેઠકો હટાવી લેવામાં આવતા મુસાફરોને ઉભા રહેવુ પડે તેવી સ્થિતિ છે. પ્લેટ ફોર્મ નં. ૨૧ અને રર ઉપર તો પંખાની પણ સુવિધા નથી. મુસાફરોની સુવિધાઓ સાચવવા હિતરક્ષક સમિતિના આગેવાનોએ તંત્ર સમક્ષ માંગણી ઉઠાવી છે.
(3:45 PM IST)










