News of Saturday, 2nd May 2026
રિયલ અર્બન ડેક પાર્ટી લોન્સ ખાતે ‘રાજકોટ સ્ટ્રીટ ફુડ ફેસ્ટીવલ'નો પ્રારંભ
૧પ૦ થી વધુ ફુડ આઇટમોનો ખજાનો : ૧પ લાઇવ સ્ટોલ, ૧૦૦ ટકા હાઇજેનિક ચીજો

રાજકોટ તા., ર : કાલાવડ રોડ ઉપર આવેલ રિયલ અર્બન ડેક પાર્ટી લોન ખાતે ગઇકાલથી ‘રાજકોટ સ્ટ્રીટ ફુડ ફેસ્ટીવલ'નો પ્રારંભ થયો છે. જે ૩૦ મી સુધી ચાલશે. જેમાં આવનારને ૧પ૦ થી વધુ આઇટમો ઉપરાંત ૧પ જેટલા લાઇવ સ્ટોલમાં અવનવી વાનગીઓની મજા માણવા મળશે.
આ અંગે અર્બન ડેકના સંચાલક નિરવભાઇના જણાવ્યા પ્રમાણે આ ફુડ ફેસ્ટીવલમાં કુલ ૧પ જેટલા લાઇવ સ્ટોલ પણ છે જેમાં લોકોને ફાસ્ટફુડ, ચાર્ટ કોર્નર, ગોલગપ્પા, સેન્ડવીચ, ગાર્લીક બ્રેડ, ચાઇનીસ સહિતની મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમોનો ખજાનો માણવા મળશે. એટલું જ નહિ આ ફેસ્ટીવલમાં લાઇવ ગાઠીયા, લાઇવ જલેબી, લાઇવ પાંઉભાજીના સ્ટોલ પણ ઉપલબ્ધ છે.
રાજકોટની સ્વાદપ્રેમી જનતાને આ ફુડ ફેસ્ટીવલનો લાભ લેવા નિરવભાઇએ હાર્દિક આમંત્રણ આપ્યું છે
(3:50 PM IST)










