News of Thursday, 23rd April 2026
રાજકોટ વોર્ડ નં. ૧૭: વિકાસની રફ્તારને મળશે નવી ગતિ, ભાજપના આ ચાર રત્નો પર મંડાયેલી છે સૌની નજર
ઉમેદવારો કીર્તિબા રાણા, રસીલાબેન વૈષ્ણવ, ડો રિંકલ મેઘાણી અને કૌશીક ટાંક

રાજકોટઃ વોર્ડ નં. ૧૭ના ભાજપના ચારેય ઉમેદવારો અકિલાના આંગણે આવ્યા હતા અને પોતાના વોર્ડના વિકાસ કાર્યો વિષે જણાવેલ આ ચારેય ઉમેદવારોનો પરિચય આ મુજબ છે.
કીર્તિબા રાણા એટલે વોર્ડ નં. ૧૭ નું જાણીતું અને વિશ્વાસુ નામ. વર્ષોથી ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે સેવા આપતા કીર્તિબાએ હંમેશા મહિલા સુરક્ષા અને આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ‘કલ્યાણ ટ્રસ્ટ'ના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. શિક્ષણ અને આરોગ્ય શિબિરોના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો તેમનો સતત પ્રયાસ રહ્યો છે. આ વખતે ફરી એકવાર જનતાના આશીર્વાદ અને વિશ્વાસ સાથે તેઓ વોર્ડના વિકાસ કાર્યોને પૂર્ણ કરવા માટે મેદાને ઉતર્યા છે.
રસીલાબેન વૈષ્ણવ એટલે સામાજિક સેવા અને સક્રિયતાનું પ્રતિક. મહિલા મોરચાના સક્રિય સભ્ય તરીકે તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અનેકવિધ સેવાકીય પ્રકલ્પો કર્યા છે. તેમના મતે, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઈટ અને ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. ‘સેવા, સમર્પણ અને વિકાસ'ના મંત્ર સાથે તેઓ પ્રજાની પડખે રહીને વોર્ડ નં. ૧૭ ના તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છે.
યુવા અને શિક્ષિત નેતૃત્વ એટલે ડો. રિંકલભાઈ મેદ્યાણી. કોરોનાકાળ જેવી કપરી પરિસ્થિતિમાં લોકોની સેવામાં ખડેપગે રહેલા ડોક્ટર સાહેબનું નામ આજે વિસ્તારમાં આદર સાથે લેવાય છે. તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ અને આરોગ્યલક્ષી કાર્યોમાં સક્રિય યોગદાન આપે છે. લોકોની સમસ્યાઓને વાચા આપવામાં અને તેને યોગ્ય ઉકેલવામાં તેઓ હંમેશા તત્પર રહે છે. સ્માર્ટ શહેરના સ્વપ્નને સાકાર કરવા માટે તેઓ યુવા પેઢીના પ્રતિનિધિ તરીકે ભાજપની પેનલ સાથે જોડાયા છે.
શિક્ષિત ઉમેદવાર તરીકે કૌશિકભાઈ ટાંકનું નામ વોર્ડ નં. ૧૭ ના મતદારો માટે અજાણ્યું નથી. વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા કૌશિકભાઈ લાંબા સમયથી સામાજિક સમરસતા અને રાષ્ટ્રપર્વના કાર્યોમાં સક્રિય છે. શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને તેમણે અનેક યુવાનોના દ્યડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપ્રેમ અને સમાજ સેવાના સંકલ્પ સાથે તેઓ કાયદાકીય સમજદારીથી વોર્ડના વિકાસ કાર્યોને નવી ઊંચાઈ આપવા અને જનતાના કામોને અગ્રીમતા આપવા માંગે છે.
તસ્વીરમાં વોર્ડ નં.૧૭ ના ભાજપનાચારેય ઉમેદવારો શ્રીમતિ કીર્તિબા રાણા, શ્રીમતિ રશીલાબેન વૈષ્ણવ, ડો. રિંકલભાઈ મેદ્યાણી, કૌશિકભાઈ ટાંક તેમજ વોર્ડ પ્રમુખ જયપાલભાઈ ચાવડા, પ્રભારી વિજયભાઈ ટોળીયા,પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ દ્યવા,પ્રદેશ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી અને અનિરુદ્ધસિંહ રાણા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:15 PM IST)










