News of Thursday, 15th October 2026
'પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબા ની વેલ્યુ વધારે' : રાજકોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 319 લોકોને ભારતીય નાગરિક પ્રમાણપત્ર એનાયત
હર્ષ સંઘવીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, "મુસ્કુરાઈએ આપ સબ ભારત કે નાગરિક હૈ"

રાજકોટમાં ભારતીય નાગરિક પ્રમાણપત્ર એનાયત સમારવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 319 નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું
શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર સમારોહમાં સંઘવીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, "મુસ્કુરાઈએ આપ સબ ભારત કે નાગરિક હૈ" નવરાત્રીમાં આપ સૌના ઘરોમાં દિવાળી જેવો તહેવાર છે.સાચા અર્થે CAA ના નિર્ણય સામે ગેરમાર્ગે દોરી આંદોલન કરવામાં આવ્યું.માં હિંગળાજે તમને આશીર્વાદ આપ્યા અને અને માં અંબા પાસે મોકલ્યા છે.પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબા ની વેલ્યુ વધારે છે.
તેમણે રાજકોટ પોલીસની સરાહના કરતા જણાવ્યું હતું કે, હું અભિનંદન નથી આપતો કેમ કે કોઈ એક વ્યક્તિએ જીવન ગુમાવ્યું છે. ગૃહમંત્રી તરીકે નહીં પણ એક નાગરિક તરીકે હું આભાર માનું છું. બધા ગુનેગારોને અલગ અલગ જગ્યાએથી પકડ્યા છે. ઉદયપુર , મોરબી અને સિરોહીથી ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ પણ પરત મેળવવામાં સફળતા મળી છે. પોલીસ કમિશ્નર , ક્રાઈમ બ્રાન્ચ ટીમનો આભાર માનું છુ.આ સૌ જવાનોએ તમને ગરબા રમવા માં પણ અડચણ ન થવા દીધી અને આરોપીઓને પણ દિવસ રાત એક કરીને ઝડપી લીધા છે.જે બાદ તેઓ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર સહિતની ટીમને રૂબરૂ અભિનંદન આપ્યા હતા
(10:35 PM IST)










