<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજકોટનો લાલપરી ડેમ ૭૦ ટકા ભરાયો

રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી માટે એલર્ટ સંદેશ જાહેર..

 

રાજકોટ, તા. ૭ : જુલાઈ - રાજકોટ જિલ્લામાં હાલ સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ તાલુકા પાસે આવેલું લાલપરી જળાશય હાલ ૭૦ ટકા ભરાઈ ગયું છે. આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા, ઓવરફ્‌લો થતા પાણી છોડવામાં આવે તે સંજોગોમાં નદીના પટમાં તથા કાંઠા વિસ્‍તારમાં કોઈએ અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ તેમજ બેડી ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્‍યો છે.  ડેમની પૂર્ણ જળસપાટી ૧૩૭.૪૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્‍તર ૧૩૬.૬ મીટર છે, આવક ૮૨૪ કયુસેક છે, તેમ રાજકોટ ફ્‌લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

(2:50 PM IST)