<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

સહકાર ક્ષેત્રે રાજકોટનો નવો ઇતિહાસ : યુવાનો સ્‍ટાર્ટઅપ તરફ વળશે, મહિલાઓ બનશે આર્થિક સક્ષમ

સહકાર સપ્‍તાહ નિમીતે બે સેમિનાર યોજાયા

રાજકોટ : ભારત સરકારના સહકાર મંત્રાલયની સૂચના અનુસાર, જિલ્લા રજિસ્‍ટ્રાર, સહકારી મંડળીઓ-રાજકોટની કચેરી દ્વારા ૨૯ જૂનથી ૦૬ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ‘સહકાર સપ્‍તાહ'ની ભવ્‍ય ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં સહકારી પ્રવળત્તિઓના વ્‍યાપ, યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ સહકારી મંડળીઓની બહુહેતુક પ્રવળત્તિઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવા બે વિશેષ સેમિનાર અને અવેરનેસ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રથમ કાર્યક્રમ બી. કે. મોદી સરકારી ફાર્મસી કોલેજ, રાજકોટ ખાતે યોજાયો હતો. જ્‍યાં સ્‍ટાફ સહિત ૩૫૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની ઉપસ્‍થિતિમાં સંયુક્‍ત રજિસ્‍ટ્રાર (વિભાગીય) સુશ્રી રીનાબેન પટેલ, રાજકોટ જિલ્લા રજિસ્‍ટ્રાર શ્રી ડો. બી. એન. પટેલ, કોલેજના પ્રિન્‍સિપાલ શ્રી મોઇનુદ્દીન સોનીવાલા તથા જિલ્લા સહકારી તાલીમ કેન્‍દ્રના આચાર્યશ્રી શ્રી શૈલેષભાઇ મેરજાએ સહકાર ક્ષેત્રના વિવિધ પાસાઓ, સ્‍વરોજગારી અને સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે સહકારી મોડેલના ઉપયોગ અંગે વક્‍તવ્‍ય આપ્‍યા હતા. જ્‍યારે બીજો કાર્યક્રમ ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ, રાજકોટ ખાતે ખાસ મહિલા સેમિનાર અને અવેરનેસ કેમ્‍પમાં૨૨૫ જેટલી મહિલાઓ અને કર્મચારીઓની હાજરીમાં ડીઆરડીએ  અધિકારી શ્રી વસ્‍તાણી (આઇએએસ), સંયુક્‍ત રજિસ્‍ટ્રાર(વિભાગીય) સુશ્રી રીનાબેન પટેલ, રાજકોટ જિલ્લા રજિસ્‍ટ્રાર શ્રી ડો. બી. એન. પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી જયેશભાઇ બોઘરા, શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી વી. એમ. સખીયાએ પ્રાથમિક કળષિ ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા આર્થિક સક્ષમતા લાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ બંને સેમિનારમાં જિલ્લા રજિસ્‍ટ્રાર કચેરી, સહકારી મંડળીઓ-રાજકોટના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સહકારી સંસ્‍થાઓના પદાધિકારીઓ, કર્મચારીઓ અને સભ્‍યોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

 

(3:49 PM IST)