<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

સદર બજારમાં ગાંજાના જથ્થા સાથે રીક્ષા ડ્રાઇવર ઈમ્તિયાઝ જુણાચ ઝડપાયો

એલસીબી ઝોન-2 પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી.ગોહિલ, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા અને ટીમની કામગીરી: પ્ર. નગર પોલીસ પણ જોડાઈ

​રાજકોટ: શહેર વિસ્તારમાં સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ માંડલીક તથા નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) રાકેશ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ પ્રધ્યુમનનગર પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.મકવાણા સાહેબ અને એલસીબી ઝોન-૨ના પો.સબ ઇન્સ. એસ.વી.ચુડાસમા સાહેબની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમિયાન એલસીબી ઝોન-૨ના એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલાને સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે રાજકોટ સદર બજાર ભીલવાસ ચોક પાસે, કચ્છી શેરી, હુસેની ચોક, સંજરી મકાન સામે જાહેરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સબઝડપાઈ ગયો હતો. પકડાયેલ આરોપીની ઓળખ ઇમ્તિયાઝ સુલેમાનભાઈ જુણાય (ઉ.વ.૩૮, ધંધો: રીક્ષા ડ્રાઇવિંગ, રહે. હુડકો ક્વાર્ટર શેરી નં.૧, પોલીસ હેડક્વાર્ટર સામે, જામનગર રોડ, રાજકોટ) તરીકે થઈ છે. આરોપી અગાઉ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪ અને જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. 

પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૮,૧૦૦ ની કિંમતનો ૦.૩૬૨ કિ.ગ્રામ માદક પદાર્થ ગાંજો, રૂ. ૩,૦૦૦ ની કિંમતનો VIVO 1904 મોડલનો ટચ સ્ક્રીન મોબાઈલ તથા રૂ. ૬,૧૫૦ ની રોકડ રકમ મળીને કુલ રૂ. ૨૭,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ  કામગીરી એલસીબી ઝોન-૨ની ટીમના પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી.ગોહિલ, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાઘિયા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઈ કુંભારવાડીયા દ્વારા કરવામાં આવી હતી. સાથે જ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એ.એસ.આઈ. રવિભાઈ વાઘેલા, પો.હેડ કોન્સ. મયુરરાજસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મેશભાઈ મોણપરા, વનરાજભાઈ બોરીચા તથા ડ્રાઇવર હોમગાર્ડ કુલદીપસિંહ જાડેજા જોડાયા હતા. આ કામગીરીમાં એફ.એસ.એલ. અધિકારી કે. એમ. તાવીયા દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી જરૂરી અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

(12:28 PM IST)