News of Thursday, 12th November 2026
ચંદ્રેશનગરમાં રિક્ષાચાલક સંજય માત્રાણી પર ઘટલો અને કાળીયાનો હુમલોઃ વચ્ચે પડેલા મામાના દિકરાને પણ ઇજા
ઘટલો ઉર્ફે રાજ ફરિયાદી સંજયના મિત્રની બહેન સાથે બોલતો હોઇ તે સંજયને ગમતું ન હોઇ મનદુઃખ રાખી હુમલો

રાજકોટઃ મવડી અમરનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને તે ચંદ્રેશનગર ક્વાર્ટરમાં મામાના ઘરે હતો ત્યારે એક શખ્સે પહેલા ફોન કરી ગાળો દીધા બાદ બીજા મિત્રને સાથે લઇ રૂબરૂ આવી આ યુવાનને ગાળો દઇ ઢીકાપાટુ મારતાં તેના મામાનો દિકરો વચ્ચે પડતાં તેને પણ પાઇપથી ફટકારતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી અમરનગર-૧માં રહેતાં સંજય દિનેશભાઇ માત્રાણી (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ઘટલો ઉર્ફે રાજ પંડયા અને હાર્દિક ઉર્ફે કાળીયો સામે ગુનો નોંધ્યો છે. સંજય માત્રાણીના કહેવા મુજબ તેના મિત્રની બહેન સાથે ઘટલો બોલતો હોઇ તેને આ વાત પસંદ ન હોઇ જેથી તે ઘટલાને બોલાવતો ન હોઇ ખાર રાખી ઘટલાએ પહેલા ફોન કરી ગાળો દીધી હતી અને બાદમાં મિત્ર હાર્ર્દિક ઉર્ફે કાળીયાને લઇને આવી હુમલો કર્યો હતો. માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:18 PM IST)










