News of Tuesday, 1st September 2026
રાજકોટ લોકમેળાના દ્વારે રાઇડ્સ અટવાઈ: ચોત્રીસ યાંત્રિક રાઇડ્સને હજુ મંજૂરી નહીં, ઉદ્ઘાટન પહેલાં સંચાલકોની ચિંતા ચરમસીમાએ પહોંચી
રાઇડના માળખાની મજબૂતી, મશીનરી, તકનીકી સ્થિતિ, જરૂરી પ્રમાણપત્રો અને અન્ય સલામતી માપદંડોની તપાસ કર્યા બાદ જ અંતિમ મંજૂરી અપાશે.

રાજકોટ:રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાને ગણતરીના કલાકો બાકી હોવા છતાં ચોત્રીસ યાંત્રિક રાઇડ્સને હજુ અંતિમ મંજૂરી મળી નથી.
તમામ ચોત્રીસ રાઇડ્સ માટેની અરજીઓ સંબંધિત તંત્ર સમક્ષ રજૂ થઈ ચૂકી છે, પરંતુ તાજી ઉપલબ્ધ સ્થિતિ મુજબ રાઇડ્સ શરૂ કરવાની અંતિમ પરવાનગી મળવાની રાહ જોવાઈ રહી છે.
વહીવટી તંત્ર સલામતીના મુદ્દે કોઈ જોખમ લેવા તૈયાર નથી. રાઇડના માળખાની મજબૂતી, મશીનરી, તકનીકી સ્થિતિ, જરૂરી પ્રમાણપત્રો અને અન્ય સલામતી માપદંડોની તપાસ કર્યા બાદ જ અંતિમ મંજૂરી અપાશે.
ઉદ્ઘાટન નજીક આવી રહ્યું હોવાથી રાઇડ્સના સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. કોઈ ખામી જણાય તો તે દૂર કર્યા વગર રાઇડ શરૂ કરવાની મંજૂરી નહીં મળે. આ સ્થિતિને કારણે લોકમેળાની યાંત્રિક રાઇડ્સ સમયસર શરૂ થશે કે કેમ તે અંગે અસ્પષ્ટતા યથાવત છે.
(11:28 PM IST)










