<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

આર.એન. મ્યુઝીકલ ગૃપ દ્વારા ગુરૃવારે સંગીતનો નિઃશુલ્ક ધમાકેદાર કાર્યક્રમ યોજાશે

૧ર થી ૧પ ગાયકો દ્વારા ૩પ થી ૪૦ ગીતો રજૂ કરાશે : સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : આર.એન. મ્યુઝીકલ ગૃપનો એક ધમાકેદાર કાર્યક્રમ તા. ર૯ ગુરૃવારે રાત્રે ૮:૩૦ થી ૧ સુધી હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે.

જેમાં આયોજક રીનાબેન પરમાર તથા સહઅયોજક તરીકે રીટાબેન જીવરાજાની તથા ગાયક કલાકારો હિતેશભાઇ ભટ્ટ, અમરીશભાઇ જોશી, મનોજભાઇ ધ્રુવ, ફાલ્ગુનીભાઇ મશરૃ, હાર્દિકભાઇ ઝવેરી, મનોજભાઇ ડોડીયા, ભાવેશભાઇ મૃગ, અનિલભાઇ માવદીયા, પરેશભાઇ ખખ્ખર, નિલેશભાઇ મહેતા, વિજયભાઇ માલવિયા, કિરીટભાઇ જાજલ, નિખિલભાઇ પરમાર તથા જીતેશભાઇ જીવરાજાની તેમજ ફિમેલ સિંગર તરીકે વર્ષાબેન ઠાકર, જયોતિબેન ગોસ્વામી, તેજલબેન ભટ્ટી, આશાબેન મેર, દર્શનાબેન રાયઠઠ્ઠા, મનીષાબેન તેતર, વિધિબેન મહેતા તથા પ્રિયાંશિબેન વાઘેલા, તેમજ જીતેશભાઇ જીવરાજાનીના જન્મદિવસ સ્પેશિયલ ઉજવણી કરવામાં આવશે.

કોન્સેપ્ટ ક્રીએટર તથા લેપટોપ ઓપરેટર તરીકે ભદ્રેશ પરમાર, સાઉન્ડ ઓપરેટર આશિષભાઇ રાઠોડ (એ.આર. સાઉન્ડ) અને સ્ટેજ ડેકોરેશન શિવ સ્ટેજ ડેકોર દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઓડિયન્સ માટે ડ્રો પણ રાખવામાં આવેલ છે. પ્રવેશ નિઃશુલ્ક હોય સંગતીપ્રેમીઓને આમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે મો. ૮૧૪૧૯૧પ૬૦૪ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમા઼ રીનાબેન પરમાર, જીતેષભાઇ જીવરાજાની, ભદ્રેશભાઇ પરમાર, ભાવેશભાઇ મૃગ, દર્શનાબેન રાયઠઠ્ઠા, મનોજભાઇ ધ્રુવ નજરે પડે છે.  (તસ્વીર : અભિજીત બગથરીયા)

(3:13 PM IST)