News of Friday, 10th July 2026
રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા કાલે મેટોડા જીઆઇડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ તા.૧૦ : રોટરી કલબ ઓફ રાજકોટ, ખોડલધામ ટ્રસ્ટ તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે માનવસેવાના ઉમદા હેતુથી કાલે તા. ૧૧ના શનિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ છે.
ખાસ કરીને સીવીલ હોસ્પિટલમાં અત્યારે બ્લડની ખુબ જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે ગરીબ જરૂરતમંદ દર્દીઓ અને થેલેસેમીયા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તેવા હેતુથી તા. ૧૧ના શનિવારે સવારે ૮ થી બપોરના ર વાગ્યા સુધી ડેકોરા હોલ, મેટોડા જીઆઇડીસી, રાજકોટ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજેલ છે.
મેટોડા જીઆઇડીસીના ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, સ્થાનિક રહેવાસીઓ, આમ નાગરિકો, યુવાનો, સામાજીક સંસ્થાઓ અને સ્વૈચ્છિક રકતદાતાઓને આ સેવાયજ્ઞમાં સહભાગી થવા હાર્દીક અપીલ કરાઇ છે.
તમામ રકતદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ભેટ આપી તેમની સેવાભાવનાનું સન્માન કરાશે.
ખોડલધામ ટ્રસ્ટ અને શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલ આ રકતદાન કેમ્પને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ જયંત અગ્રવાલ (મો.૯૮૯૮૦ ૧૨૭૨૨), સેક્રેટરી મિલેશ મહેતા (મો.૯૧૭૩૧ ૦૭૮૭૮), પ્રોજેકટ ચેરમેન જતિન ધોળકીયા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉનડેશનના વિનય જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦) સહીતના માર્ગદર્શન હેઠળ ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જયંત અગ્રવાલ, મિલેશ મહેતા, વિનય જસાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:24 PM IST)










