<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

‘રોયલ મેળા'માં વોટરફલો, જલપરી શો, રોમન થીમનું આકર્ષણ

૧પ૦ ફૂટ રીંગરોડ શીતલપાર્ક પાસે આ રોયલ મેળો ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલશેઃ વિવિધ રાઇડસ, ખાણીપીણી-ખરીદીના સ્‍ટોલ્‍સ પણ ઉપલબ્‍ધઃ સીસીટીવી, સિકયુરીટી, પાર્કિંગની સુવિધા

રાજકોટઃ જન્‍માષ્‍ટમીના પાવન પર્વને લઇને શહેરમાં ઉત્‍સવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્‍યારે છેલ્લા ૧પ વર્ષથી આયોજીત ‘રોયલ મેળો' આ વર્ષે પણ અનેક નવા આકર્ષણો અને રોમાંચક થીમ્‍સ સાથે શરૂ થયો છે. નિલેશ હસમુખભાઇ તુરખીયા દ્વારા આયોજિત ‘રોયલમેળો' માત્ર એક મેળો નહીં, પરંતુ રાજકોટઃ ની સંસ્‍કૃતિ અને આધુનિક મનોરંજનનો અનોખો સંગમ બની રહ્યો છે. દર વર્ષે કંઇક નવું અને અનોખું પીરસવાની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ મેળામાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્‍યા છે. જે બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ વયજૂથના લોકો માટે મનોરંજનનું કેન્‍દ્ર બન્‍યા હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

આ ‘રોયલ મેળો' તા.૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલું રહેશે. મુલાકાતીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને આધુનિક ફાયર સાધનો, સીસીટીવી કેમેરા તથા સિકયોરીટી સ્‍ટાફની તૈનાતી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. 

આ વર્ષે ‘રોયલ મેળા'નું વિશેષ આકર્ષણ ‘રોમન થીમ' છે. પ્રાચીન રોમન સંસ્‍કૃતિ અને મહેલોની સ્‍થાપત્‍ય શૈલીને ધ્‍યાનમાં રાખીને મેળાના એન્‍ટ્રી ગેટ તથા મુખ્‍ય વિસ્‍તારોનું વિશેષ ડિઝાઇનિંગ કરવામાં આવ્‍યું છે.

ફોટોગ્રાફીના શોખીનો અને યુવા પેઢી માટે આ થીમ આકર્ષણનું કેન્‍દ્ર બની છે. લોકો પરિવાર અને મિત્રો સાથે અહીં યાદગાર તસવીરો ખેંચાવી રહ્યા છે.

  આ વર્ષના રોયલ મેળાનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ ‘વોટર ફ્‌લો' થીમ છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે. આ થીમ મુલાકાતીઓને કુદરતી વાતાવરણનો અદભુત અનુભવ કરાવે છે. મુલાકાતીઓને કોઈ પહાડી વિસ્‍તારમાં કુદરતી ઝરણાં નીચે ઊભા હોય અને પ્રકળતિના ખોળામાં વિહાર કરતા હોય તેવો અહેસાસ થાય. તહેવારોના દિવસોમાં લોકો આ ઝરણાં નીચે નાહી અને સ્‍નાન કરીને ગરમીમાંથી રાહત મેળવી શકે છે. આ નવતર -યોગે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌના દિલ જીતી લીધા હોવાનું યાદીમાં જણાવાયું છે. 

તો રોયલ મેળામ જોઇન્‍ટ વ્‍હીલ, નાવડી, બ્રેક ડાન્‍સ, ટોરા ટોરા, કટર ફિલર, મીની ટ્રેન, મહારાજા ટ્રેન, રેન્‍જર રાઈડ્‍સ, મિક્‍સર હાઇટ્‍સ અને ડ્રેગન ટ્રેન સહિતની રાઇડ્‍સનો સમાવેશ થાય છે. મેળામાં મનોરંજનની સાથે ખાણીપીણી અને ખરીદીનો પણ વિશેષ આનંદ માણી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વિવિધ પ્રકારની સ્‍વાદિષ્ટ વાનગીઓ, ફાસ્‍ટ ફૂડ, નાસ્‍તા તથા ઠંડા-ગરમ પીણાંના સ્‍ટોલ્‍સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે. શોપિંગ સ્‍ટોલ પણ રાખવામાં આવ્‍યા છે.

બાળકો અને કલ્‍પનાની દુનિયાના શોખીનો માટે ખાસ ‘જલપરી શો'નું આયોજન કરવામાં આવ્‍યું છે, જે બાળકોમાં ભારે કૌતુક અને આકર્ષણ જગાવી રહ્યો છે.   મેળામાં વિવિધ થીમ આધારિત સુંદર સેલ્‍ફી પોઇન્‍ટ્‍સ ઊભા કરવામાં આવ્‍યા છે.

સંગીતના તાલે ઝૂમવા માંગતા ખેલૈયાઓ માટે વિશાળ ‘ડાન્‍સ ફ્‌લોર' પણ રાખવામાં આવ્‍યો છે, જ્‍યાં લોકો વિવિધ લોકપ્રિય ગીતો પર ડાન્‍સ કરીને મેળાનો ડબલ આનંદ માણી શકે છે.

 મુલાકાતીઓની સુરક્ષાને   પ્રાથમિકતા આપવામાં સાથે સમગ્ર મેળા પરિસરમાં મોટી સંખ્‍યામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા છે, આ ઉપરાંત ર૦ જેટલા ગાર્ડ તૈનાત કરવામાં આવ્‍યા છે અને ૧૫થી વધુ વૉલન્‍ટિયર્સની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

  રોયલ મેળાના આયોજક નિલેશ તુરખીયાએ યાદીમાં જણાવ્‍યું હતું કે, ‘‘રાજકોટ અને સૌરાષ્‍ટ્ર તેમજ સમગ્ર ગુજરાતમાં  ‘રોયલ મેળા'નું આયોજન તંત્રના નિયમો અને ધારાધોરણ મુજબ જ કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટવાસીઓને કંઇક  નવું આપવાના પ્રયાસ સાથે  ‘વોટર ફલો' થીમ દ્વારા લોકોને પહાડી પ્રકળતિનો અહેસાસ કરાવવાનો અમારો હેતુ છે. મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા એ અમારી પ્રથમ પ્રાથમિકતા હોવાનું જણાવેલ. 

 ‘રોયલ મેળો' ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, શીતલ પાર્ક બસ સ્‍ટોપની   સામે અને પારિજાત પાર્ટી પ્‍લોટ પાસે યોજાયો છે. મુલાકાતીઓની સુવિધા માટે સ્‍વચ્‍છતા, ટ્રાફિક વ્‍યવસ્‍થા તથા વિશાળ ર્પાકિંગ ઝોનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી  હોવાનું યાદીમાં જણાવાયું છે.

(2:14 PM IST)