News of Monday, 20th April 2026
રાજકોટમાં ચૂંટણી જંગ પહેલાં બખડજંતરઃ ભાજપના કાર્યકરો બેફામ? કોંગ્રેસના બેનરો ફાડીને દેખાડી હલકી માનસિકતા
પોલીસ પણ સત્તાધારી પક્ષના ઈશારે નાચતી હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપઃ ડો. રાજદીપસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને સમક્ષ આકરા પગલાની માંગ

રાજકોટઃ રાજકોટ મનપાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ રાજકીય દાવપેચ ચાલી રહ્યા છે, તો બીજી તરફ મેદાનમાં ઉતરેલા ભાજપના શાસકોના કાર્યકરો બેફામ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. માધાપર વિસ્તારમાં ગત રાત્રે નશામાં ધૂત બનીને કોંગ્રેસના બેનરો ફાડવાની ઘટનાએ રાજકોટના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
કોંગ્રેસના નેતાઓ અને વોર્ડ નં.૩ના ઉમેદવારો સર્વશ્રી ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિનેશભાઇ મકવાણા અને આરતીબેન આસવાણીએ આક્ષેપ કર્યો છે કે ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના ઈશારે કામ કરતા કેટલાક તત્વોએ ગઈકાલે મધરાતે માધાપર વિસ્તારમાં આવીને કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. કોંગ્રેસના બેનરો ફાડીને ભાજપે પોતાની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આ ઘટના બાદ કોંગ્રેસ પક્ષ હવે આક્રમક મૂડમાં છે અને પૂર્વ ડેપ્યુટી મેયરને આડે હાથ લેતા કહ્યું કે, જો હિંમત હોય તો પાંચ વર્ષની પોતાની કામગીરીના આધારે મત માંગો, આવી સસ્તી અને ગંદી રાજનીતિ બંધ કરો.
માત્ર બેનરો ફાડવાની ઘટના જ નહીં, પરંતુ શહેર પોલીસ તંત્ર પર પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે. કોંગ્રેસના શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આ મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને સત્તાવાર પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજકોટ શહેર પોલીસના અમુક કર્મચારીઓ ભાજપના ઈશારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે.
વિપક્ષના કાર્યકરો અને મતદારોને ધમકાવીને ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ શાસક પક્ષના ઈશારે હરીફ પક્ષના ટેકેદારોને હેરાન કરી રહ્યા છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે જીલ્લા કલેકટર ચુંટણી અધિકારી અને ન્યાઇક વડા હોવાના નાતે અમારી રજુઆત છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચુંટણીઓમા રાજકોટ શહેર પોલીસ ના ખાસ કરીને ક્રાઈમ બ્રાંચમા ફરજ બજાવતા અમુક ચોક્કસ કર્મચારીઓ દ્વારા ભાજપના ઇશારે સમગ્ર ચુંટણી તંત્રને પ્રભાવિત કરવા હરીફ પાર્ટીઓના ટેકેદારો સમર્થકો અને મતદારોને ધમકાવી ચુંટણી પ્રક્રિયાઓને પ્રભાવિત કરી શહેરનુ વાતાવરણ ડહોળાઇ અને મુક્ત અને ન્યાઇક વાતાવરણમા ચુંટણીઓ યોજાય નહીં તેવુ વાતાવરણ સર્જાયુ છે ત્યારે અમારી રજુઆત છે કે રાજકોટ શહેર પોલીસ તંત્ર બંધારણીય ફરજ ન ચુકે અને મુક્ત વાતાવરણમા ચુંટણીઓ સંપન્ન થાય તેવી રીતે ફરજ બજાવે હરીફ પાર્ટીઓને ખોટી ફરિયાદમા ફીટ કરી શાસક ભાજપ પક્ષને વ્હાલા થવા અને સમગ્ર શહેર પોલીસ તંત્રને બદનામ કરતા આવા કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવામા નહી આવેતો અમે રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે ચુંટણીઓ લડી શકીએ તેમ નથી જે ધ્યાને લઈ આપની કક્ષાએથી યોગ્ય ન્યાયોચિત કાર્યવાહી કરવા રજૂઆત કરતા ડો. રાજદીપસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યુ઼
છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:45 PM IST)










