<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

રૂડાની બોર્ડ બેઠકઃ બે ટી.પી. સ્‍કીમ યોજનાઓમાં સુધારા અને નવી યોજના મુસદ્દાને મંજુરી

બેઠકમાં તરઘડી- બાઘીગામ રોડ માટે રૂા. ૬.૮૪ કરોડના કામો સહિતના વિકાસકામો અંગે કરાયો નિર્ણય

રાજકોટ , તા.૩: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે તા.૦૩ ના યોજાયેલી,   રોજ ૧૮૨મી બોર્ડ બેઠક ચેરમેનતુષાર સુમેરાની અધ્‍યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી.

 સત્તામંડળ વિસ્‍તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૩૯/૧(બેડી) અને સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૪૦/૧આણંદપર (નવાગામ)-સોખડાની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપી.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૦/૨ આણંદપર(નવાગામ)-સોખડાબનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપવામાં આવી.

 તરઘડી ગામ થી બાઘીગામના રોડની બાકી રહેતી આશરે ૨.૫૦ કી.મી. લંબાઈમાં અંદાજીત રૂ.૬.૮૪ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ.

ચેરમેનશ્રી તથા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઇ પીપળીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનપરેશભાઈ પીપળીયા, રિઝીયોનલ કમિશનર ઓફ મ્‍યુનિસિપાલીટીના પ્રતિનિધિ તરીકે આઈ.એસ.આહીર, રૂડાના સી.ઈ.એ. જી.વી. મિયાણી, કલેક્‍ટર ના પ્રતિનિધિ તરીકે એ.એસ.ઝાંપડા, મુખ્‍ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે  આર.ડી. પરમાર તથા ય્‍પ્‍ઘ્‍ના સીટી એન્‍જી. કે.કે. મહેતા હાજર રહેલ હતા.

(2:52 PM IST)