તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
સાંધાના વા ની બિમારીઓની સારવાર માટે રૂમાકેર સેન્ટરનો પ્રારંભ
ડો.એસ.ચિકાણી-ડો.મનીષ બાવળીયાના મંગલમ્ ડોક્ટર હાઉસ ખાતે અત્યાધુનિક રુમાકેર સેન્ટરનો આવતીકાલથી પ્રારંભ

રાજકોટઃ અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રુમાકેર સેન્ટરના ડો.એસ.ચિકાણી, ડો.મનીષ બાવળીયા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૨૨: રાજકોટ શહેરમાં હવે સાંધાના વા ની બિમારીઓની સારવાર માટે અત્યાધુનિક રુમાકેર સેન્ટરનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને રૂમેટોલોજી વિષય (સાંધાના વા અને વા ની અન્ય બીમારીઓ) સંબંધિત વિવિધ રોગોની સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજકોટમાં RheumaCARE ના અત્યાધુનિક સેન્ટરની શરૂઆત થવા જઈ રહી છે. ભારતના ડોક્ટર્સ દ્વારા સંચાલિત સૌથી મોટા મેટોલોજી નેટવર્ક તરીકે ઓળખાતા RheumaCARE દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છનું સૌથી મોટું અને અત્યાધુનિક સેન્ટર શરૂ કરવામાં આવશે.
રાજકોટના ખ્યાતનામ વરિષ્ઠ રૂમેટોલોજિસ્ટ ડો એસ ચીકાણી અને ડો મનીષ બાવળિયા આ સેન્ટરમાં પોતાની સેવાઓ પૂર્ણ સમય માટે આપશે. આ સેન્ટરનો ઉદ્દઘાટન સમારોહ આગામી ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રવિવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાશે. રાજકોટના ૧૫૦ ફૂટ રિગ રોડ પર બાલાજી હોલની સામે આવેલા મંગલમ ડોકટર હાઉસ ખાતે ૪અ અને પાંચ માં આ સેન્ટર કાર્યરત કરવામાં આવશે.
RheumaCAREનો મુખ્ય ઉદ્દેશ્ય રૂમેટોલોજીના વિવિધ રોગોથી પીડાતા દર્દીઓને ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી સારવાર(affordable care) ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત રૂમેટોલોજીના ક્ષેત્રમાં વિવિધ રોગો અંગે સંશોધન કરીને ભારતીય દર્દીઓ અને ભારતીય મૂળના સંશોધનને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે પણ નેટવર્ક દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં અમદાવાદ ખાતે ડો. સપન પંડ્યા અને તેમની ટીમ દ્વારા પ્રથમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે રાજકોટમાં અત્યાધુનિક સેન્ટરની સ્થાપના સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને ઉચ્ચ કક્ષાની ગુણવત્તાયુક્ત સારવાર સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે.
આ નવા સેન્ટરની શરૂઆતથી રૂમેટોલોજી ક્ષેત્રે સારવાર, સંશોધન અને જાગૃતિને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા પ્રર્વતે છે.
(3:51 PM IST)










