News of Monday, 14th September 2026
સદ્ગુરૂ તીર્થધામ કા રાજાઃ દાદા મોરના આસન પર બિરાજમાન
દરરોજ સવાર-સાંજ મહાઆરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોઃ ૨૦મીએ મહાપ્રસાદ

રાજકોટઃ આનંદ ઉમંગ ઉલ્લાસ સાથ ‘‘શ્રી ગણપતિ ગજાનંદ'' ‘‘સદ્ગુરૂ તીર્થધામ કા રાજા'' રૈયા રોડ સ્થિત સદ્ગુરૂ તીર્થધામ ખાતે આજે સાંજે ૬:૩૦ વાગે વાજતે ગાજતે બિરાજશે.
આ વર્ષની થીમ ‘‘પોતાનાથી પીતાપણા'' સુધીની સફરને ધ્યાનમાં રાખી બનાવી છે, જેમા શ્રીગણપતિજી એ મોરના આસન પર બીરાજમાન છે. જે ભગવાન ‘‘કાર્તિકેય''નું વાહન છે, તેમના વાહન પર બીરાજી ‘પ્રヘમિ'ના ‘‘શ્રી ક્રિષ્ણ'' તેમના શીષ પર સ્થાપિત છે. જયા તેઓ કહે છે, આ સૃષ્ટિ પર દરેક દિશાને દ્રષ્ટિ મારી જ છે, ને તેમા વસનાર આપ સર્વે પણ અમારા જ છો, આવો સુંદર પોતા-પણાનો શુભસંદેશ આપે છે. જ્યાં મંચ સજ્જા એ હાથ બનાવટની ‘‘નાની મટુકી'' સાથ વાંસની હાથ બનાવટની ‘‘નાની-સુંડલી'' ઓ દ્વારા ‘‘વોકલ ફોર લોકલ''ના સંદેશ સાથે આકર્ષણનું કેનદ્ર બનશે. મહોત્સવ દરમ્યાન દરરોજ સવાર-સાંજ આરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા.૨૦ને રવિવારે સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ધર્મપ્રેમીજનોને લાભ લેવા નિમંત્રણ અપાયું છે.
આયોજનમાં મહેન્દ્રભાઇ ભટ્ટ મો. ૯૮૯૮૦ ૨૯૪૨૧, ક્રિપાલસિંહ ચોૈહાણ, વિપુલભાઇ પાડલીયા વિ. જોડાયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:36 PM IST)










