News of Friday, 13th November 2026
સદગુરુદેવ ભગવાનશ્રીનો જન્મજયંતી મહોત્સવઃ આશ્રમમાં ભક્તિનો મહાસાગર છલકાયો
પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમે ભકિતમય ઉજવણી : સદગુરુદેવના દિવ્ય શણગારયુક્ત દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા

રાજકોટઃ પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ (શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ) ખાતે આજે શુક્રવાર, કારતક સુદ ચોથના પવિત્ર પર્વે પ.પૂ. શ્રી સદગુરુદેવ ભગવાનશ્રીના જન્મજયંતી મહોત્સવ નિમિત્તે સદગુરુદેવ ભગવાનશ્રીની ભવ્ય અને અલૌકિક શણગારયુક્ત મનમોહક ઝાંખી તથા દિવ્ય દર્શનનો લ્હાવો ભક્તજનોએ ભાવપૂર્વક માણ્યો હતો. આ પાવન અવસરે આશ્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને ગુરુભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
(3:43 PM IST)










