<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

કોઠારીયા સોલવન્‍ટ ફાટક પાસે ‘હિટ એન્‍ડ રન': સલમાન ખાનનું મોત

શાપર કામ માટે જતો હતો ત્‍યારે રિક્ષાને અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ત્રીસ વર્ષિય યુવાન મુળ યુપીનો વતની હતોઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ કોઠારીયા સોલવન્‍ટ ફાટક પાસે હિટ એન્‍ડ રનના બનાવમાં મુળ યુપીના ત્રીસ વર્ષના યુવાનનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટ નજીક જે. એમ. એન્‍ટરપ્રાઇઝ પાસે સરદાર પતરા ફેક્‍ટરી નજીક રહેતો સલમાન દિલશાદભાઇ ખાન (ઉ.વ.૩૦) ગઇકાલે રિક્ષામાં બેસી સોલવન્‍ટથી શાપર કામ માટે જતો હતો ત્‍યારે ફાટક નજીક શીવ હોટલ પાસે રિક્ષાને અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સલમાન ખાન બહાર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર સલમાન ચાર ભાઇ અને ચાર બહેનમાં બીજો તથા કુંવારો હતો. તે બફકામની મજૂરી કરતો હતો. મુળ યુપીના આ યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે અજાણયા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે

(3:25 PM IST)