News of Saturday, 14th November 2026
જલારામ જયંતિએ સનાતન મહાઆરતી સ્પર્ધા
ગાંધીગ્રામ રઘુવંશી સેવા સમાજ અને બ્રેઈન બ્યુટીક ક્લબના સંયુક્ત ઉપક્રમે

રાજકોટઃ પૂજ્ય શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિ નિમિતે તા.૧૬ સોમવારે શ્રી ગાંધીગ્રામ રઘુવંશી સેવા સમાજ અને બ્રેઈન બ્યુટી ક્લબના સંયુક્ત ઉપક્રમે ‘‘સનાતન મહા આરતી સ્પર્ધા''નું ૫૧ આરતી દ્વારા જલારામ બાપાની સનાતન ધર્મની જ્યોત જલાવવા અને જોગી જલિયાણ બાપાની ઉજવણી ના ભાગરૂપે કરવામાં આવેલ છે.
આરતી સુશોભન સ્પર્ધા માટે સ્પર્ધાનો સમય બપોરે ૩ થી ૫ રહેશે. ૩:૩૦ વાગ્યા પહેલા સ્પર્ધકો દ્વારા પોતાનો ટોકન નંબર લઈ લેવો. આરતીની સુશોભન થાળી ઘરે થી તૈયાર કરીને ન લઈ આવી. કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે. ભાગ લેનારને સ્યોર પ્રસાદી ગિફટ આપવામાં આવશે. ૧ થી ૭ વિજેતાને ઈનામ આપવામાં આવશે. સ્થળઃ શ્રી સોમેસ્વર મહાદેવ મંદિર-જલારામ મંદિર-નાણાવટી સર્કલ પાસે વિતરાગ નેમીનાથ સોસાયટી, ૧૫૦ ફીટ રિંગ રોડ, રાજકોટ.
આ અંગે વધુ માહિતી તેમજ નામ નોંધાવવા અવની બગડાઈ પ્રમુખ, બ્રેઈન બ્યુટી ક્લબ ૯૭૨૩૬૫૯૭૩૯, નીલાબેન લાખાણી ૭૯૯૦૧૦૬૪૦૦, ઉર્વીબેન રાચ્છ ૯૯૨૪૩૨૨૯૫૦ સોનલબેન દત્તાણી ૯૯૦૪૭૬૧૪૨૫, કલ્પનાબેન પોપટ ૯૪૨૭૪૩૪૫૭૯, સંગીતાબેન કોટક ૯૪૨૮૫૧૭૫૧૧, જુગનુબેન સોનપાલ ૯૯૯૮૫૧૮૦૩૮, અલ્કાબેન ખગ્રામ ૯૪૨૮૨૫૭૭૦૭, ડોલીબેન રાજાણી ૯૦૩૩૦૩૨૨૩૨, રિંકલબેન પોબરૂ ૯૧૦૬૯૬૯૯૮૮, નીતાબેન કાનાબાર ૯૮૨૫૩૦૯૦૯૦, એકતાબેન પાબારી ૮૨૩૮૮૦૦૦૨૭, સાવિત્રીબેન યાદવ ૮૯૮૦૦૭૦૯૬૦, મીતલબેન એચ. ગોહેલ ૯૬૨૪૩૮૦૨૪૬, હર્ષાબેન જોબનપુત્રા ૭૨૨૬૮૭૦૭૩૯નો સંપર્ક કરવા યાદી જણાવે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:36 PM IST)










