<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

વડવાજડીનો સંદીપ પરમાર બે પિસ્‍તોલ સાથે ઝડપાયોઃ બે દિવસમાં ઝડપાયેલ હથિયારનો આંક ૧૮ ઉપર પહોંચ્‍યો

ચોટીલાના પ્રદીપ કરપડાએ પિસ્‍તોલ વેચી'તીઃ આઇ-ટવેન્‍ટી કારમાં નિકળેલા સંદીપ પરમારને પીસીબીની ટુકડીએ પકડી પાડયો : ન્‍યારી ડેમ પાસે કાફે ધરાવતા સંદીપ પરમાર યુ-ટયુબર છેઃ હથિયારો રાખવાના શોખના કારણે એક-એક લાખમાં પિસ્‍તોલ ખરીદી હતી

રાજકોટ, તા., ૧૪: ગઇકાલે પ્રિવેન્‍શન ઓફ ક્રાઇમ બ્રાન્‍ચે મધ્‍યપ્રદેશના ગેરકાયદે હથિયારોના સપ્‍લાયર સકીલ સાદીક મન્‍સુરી (ઉ.વ.૩૮) (રહે. મિરઝાપુર, તા. મનાવર, જી. ધાર) ને ઝડપી લઇ તેણે સપ્‍લાય કરેલા  ૧૬ દેશી રિવોલ્‍વર, તમંચા અને પિસ્‍તોલ સાથે હથિયારોની ડીલીવરી લેનાર ચોટીલા, સુરેન્‍દ્રનગર, જસદણના અન્‍ય ૪ રીસીવરોને ઝડપી લીધા હતા. આ પૈકીના પ્રદીપ અનકભાઇ કરપડા (ઉ.વ.૩ર, રહે. ચોટીલા)ની પુછપરછમાં બે પિસ્‍તોલ રાજકોટ નજીકના  વડવાજડી ગામના સંદીપસિંહ પ્રભાતસિંહ પરમાર (ઉ.વ.ર૭)ને આપ્‍યાની કબુલાત આપી હતી. જેના આધારે પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયાની ટીમે આજે સંદીપ પરમારને ઝડપી લઇ બે દેશી પિસ્‍તોલ, આઇ-ટવેન્‍ટી કાર અને મોબાઇલ સહિત સાડા ત્રણ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

સંદીપ પરમારે એક -દોઢ વર્ષ પહેલા આ હથિયારો એક-એક લાખ ચુકવી ખરીદ્યા હતા. સંદીપ પરમાર ન્‍યારી ડેમ નજીક કાફે ચલાવે છે અને યુ-ટયુબર છે તેવી માહીતી બહાર આવી છે. તેની પાસેથી જીજે ૦૧ કેડબલ્‍યુ ૦૩૦ર નંબરની કાર કબ્‍જે કરવામાં આવી હતી. જેના ડેશબોર્ડમાંથી આ હથીયારો મળી આવ્‍યા હતા.

સંદીપ પરમાર પાસેથી ઝડપાયેલા  હથિયારો સાથે બે દિવસમાં ૧૮ હથિયાર ઝડપી લેવાયા છે. રિમાન્‍ડ પર રહેલા આરોપીઓની પુછપરછ ચાલી રહી છે. 

ઉપરોકત કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ.આર. ગોંડલીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર પી.બી ત્રાજીયા. આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષણાલ મોરી, મહીપાલસિંહ ઝાલા.. હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો.હેડ.કોન્‍સ કિતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશાભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનસાલ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા પો.કોન્‍સ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાાલ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, ડ્રા.પો.હેડ.કોન્‍સ. જયેશભાઇ ગઢવી એ બજાવી હતી.

(3:38 PM IST)