News of Tuesday, 3rd November 2026
આનંદનગરના સંધ્યાબેન પંચાલ ગૂમઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૩: શહેરના કોઠારીયા રોડ આનંદનગર બગીચા પાસે રિતેશ કોલ્ડ્રીંક્સ ઉપર સિધ્ધી વિનાયક બ્લોક રૂમ નં. ૧૯ ખાતે રહેતાં જગદીશભાઇ કાંતિભાઇ પંચાલ (ઉ.વ.૪૯)ના પત્નિ સંધ્યાબેન તા. ૧૨/૧૦ના સવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા છે. જગદીશભાઇ સવારે સાતેક વાગ્યે કામે જવા નીકળ્યા હતાં અને દિકરો પણ સ્કૂલે ગયો હતો. દસેક વાગ્યે તેણે પત્નિને ફોન જોડતાં ફોન બંધ આવતો હતો. બાદમાં સાંજે ચારેક વાગ્યે ઘરે આવી દિકરાને તારી મમ્મી ક્યાં છે? પુછતાં તેણે પોતાને ખબર નથી તેવુ કહ્યું હતું. ઘરમાં જોતાં મોબાઇલ ત્યાં પડેલો દેખાયો હતો પણ સીમકાર્ડ હતું નથી. બાદમાં તેણીની શોધખોળ કરી હતી. પણ પત્તો મળ્યો નહોતો. કબાટમાં જોતાં રૂા. ૩૦ હજારની રોકડ અને દાગીના પણ ગાયબ હતાં. આજ સુધી શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં ભક્તિનગર પોલીસને જાણ કરતાં પીઆઇ જે. ડી. પરમારમાં તપાસ શરૂ થઇ છે. તસ્વીરમાં દેખાતાં સંધ્યાબેન કોઇને જોવા મળે તો ભક્તિનગર પોલીસને ૬૩૫૯૬ ૨૯૮૭૨ અથવા મો. ૬૩૫૬૧ ૯૦૩૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:48 PM IST)










