<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

રવિવારે રાત્રે ૯-૩૦ કલાકથી હેમુ ગઢવી હોલ ખાતે સંજય લોઢિયા (વોઈસ ઓફ રફી)નો વન મેન શોઃ ગીતોની રમઝટ બોલશે

રાજકોટની સંગીતપ્રેમી જનતાને ઉમટી પડવા આમંત્રણ કાર્યક્રમ વિનામૂલ્‍યે

રાજકોટઃ સંજય લોઢિયાના ઉપક્રમે તેમના કંઠે ગવાયેલાં ગીતોનો એક કાર્યક્રમ તા.૧૨ને રવિવારે રાત્રે ૯-૩૦ કલાકે હેમુ ગઢવી મુખ્‍ય હોલ ખાતે યોજવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમમાં તેઓ પોતાના કંઠનો જાદુ પિરસી એક પછી એક ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં તેમની સાથે સાથ આપશે સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા સીંગર અશ્વિની મહેતા, અત્રે એ નોંધનીય છે કે સંજય લોઢિયા વોઈસ ઓફ રફી તરીકે પ્રખ્‍યાત છે. આ ઉપરાંત ગેસ્‍ટ સીંગર તરીકે સુનિલભાઈ શાહ, ઘનશ્‍યામભાઈ રાવલ, મુન્નાભાઈ ઠાકર અને પરેશ દવેરા પણ જમાવટ કરવાના છે. એ જર્ની ઓફ મેલોડીઝ નામના આ વનમેન શો માં તુષાર ગોસાઈ અને તેની ટીમ મધુર સંગીત પીરસવાની છે જયારે હિતેશ મહેતા ગીટારીસ્‍ટ તરીકે પોતાની કલા પીરસશે, એન્‍કર તરીકે ભાવના સોની આકર્ષણ જમાવશે. આ ગીત સંગીતનો ભવ્‍ય કાર્યક્રમ સંગીતપ્રેમીઓ માટે વિનામુલ્‍યે છે આ માટે સંજય લોઢિયા મો. ૮૪૦૧૮૮૧૦૦૩, મુન્નાભાઈ ઠાકર ૯૮૭૯૩ ૫૨૪૯૯ તથા પરેશભાઈ દવેરા ૯૭૨૩૮૦૦૦૯૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ કાર્યક્રમમાં વોઈસ ઓફ રફી સંજય લોઢિયા રફી સાહેબના લોકપ્રિય ગીતો રજુ કરી દર્શકોની વાહ વાહ મેળવશે એ નકકી છે જયારે તેમનો સાથે આપશે અશ્વિની મહેતા કે જેઓ વોઈસ ઓફ આશા અને લતા તરીકે પ્રખ્‍યાત છે. સંગીતપ્રેમીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર કાર્યક્રમ બની રહેશે તેમાં કોઈ શક નથી

(3:21 PM IST)