News of Friday, 29th May 2026
એઇમ્સ હોસ્પિટલનો ૩ નંબરનો ગેઇટ ખોલવા સરપંચ મિતલબેન ડાંગરની રજૂઆત

રાજકોટ તા.૨૯: પડધરી તાલુકાના ખંઢેરીને લાગુ એઈમ્સ હોસ્પિટલનો ગેઈટ નં. ૩ ખુલ્લો કરી આપવા માટે ગામ ખંઢેરીના સરપંચ મિતલબેન દિનેશભાઈ ડાંગરે રજુઆત કરી છે.હાલ એમ્સ હોસ્પિટલમાં કુલ ૩-મુખ્ય દ્વાર આવેલ છે, જે પૈકી ગેઈટ નં. ૧ જે મુખ્ય ગેઈટ તરીકે ઓળખાય છે, તે હાલમાં ખુલ્લો છે. અને ત્યાંથી જ સ્ટાફ તથા જનરલ પબ્લીક અવર-જવર કરે છે. એમ્સ કેમ્પસ મોટુ હોવાથી અલગ-અલગ ગેઈટ મુકવામાં આવેલ છે. જેથી કયારેય કોઈ એક-ગેઈટ ઉપર પ્રાથમીક કે કોઈ કારણોસર અવર જવર ન થઈ શકે તો બીજા ગેઈટનો ઉપયોગ થઈ શકે. તેમજ આજુ બાજુમાંથી આવતા પબ્લીકને જે બાજુથી અનુકુળતા હોય તે ગેઈટથી ઈમરજન્સી કેસમાં આવી શકે. હાલમાં પરાપીપળીયા ફાટક પાસે ઓવર બ્રીજનું કામ કાર્યરત હોય, અને જેના કારણે ખુબજ ટ્રાફીક તથા રસ્તો પણ ખુબજ ખરાબ તથા સાંકળો હોય, પરંતુ તેમ છતા હાલ ફકત એક જ ગેઈટ ખુલ્લો હોવાના કારણે એમ્સની ફરતી બાજુએથી ફરીને એમ્સ હોસ્પિટલમાં આવવું પડતું હોય, પરંતુ જો ગેઈટ નં. ૩ એટલે કે ખંઢેરી ગામ તરફનો જે ગેઈટ નં. ૩ આવેલ છે, તે જો ખોલી નાખવામાં આવે તો ટ્રાફીકની ઘણી જ સમસ્યાનો હલ થઈ શકે તેમ છે, તેમજ જો કોઈ દર્દીને ઈમરજન્સી કેસમાં દાખલ કરવું પડે તેમ હોય તો તેઓને પણ સાનુકુળતા રહે, જેથી ખંઢેરી ગ્રામ પંચાયતના સરપંચ મિતલબેન દિનેશભાઇ ડાંગર દ્વારા એમ્સ હોસ્પિટલમાં આવેલ ગેઈટ નં. ૩ ખોલી આપવા અરજીઓ તથા રજુઆતો કરેલ છે
(1:19 PM IST)










