News of Wednesday, 16th September 2026
‘સર્વેશ્વર ચોક કા રાજા' : રજવાડી થીમમાં બિરાજમાન દુંદાળા દેવના દર્શન માટે ભાવિકો ઉમટયા

રાજકોટ : સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રજવાડી થીમ આધારિત ભવ્ય શણગાર સાથે બિરાજમાન છે. આકર્ષક સજાવટ અને મનમોહક સ્વરૂપના કારણે પંડાલ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગણેશ મહોત્સવના બીજા દિવસે સાંજે ૭:૪૫ કલાકે દુંદાળા દેવની મહાઆરતી કરવામાં આવી હતી. ભાવિકોએ આરતીમાં જોડાઈ ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. રાજકોટ શહેર ઝોન-૧ના ડીસીપી હેતલબેન પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા, વોર્ડ નંબર ૭ના કોર્પોરેટર દર્શનભાઇ પેંગ્યાતર સહપરિવાર સાથે મહાઆરતીનો લાભ લીધો હતો.
(3:26 PM IST)










