News of Wednesday, 6th May 2026
સૌરાષ્ટ્ર પ્લાસ્ટ એક્ઝીબીશનનો પ્રારંભઃ અત્યાધુનિક મશીનરી, પ્લાસ્ટીક ઉદ્યોગની નવીનતમ પ્રોડક્ટસનું પ્રદર્શન
ચાર દિવસીય આ પ્રદર્શનમાં મંત્રી જીતનરામ માંઝી અને મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ હાજરી આપશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા આજથી ચાર દિવસ માટે યોજાનારા પ્લાસ્ટિક ઈનડસ્ટ્રીઝના એક્ઝિસ્બિશન સૌરાષ્ટ્ર પ્લાસ્ટને પ્રતિસાદ મળ્યો છે અને પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગપતિઓ સહભાગી બન્યા છે. આજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે યોજાએલ આ એક્ઝિબેશનના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રનાં એમ.એસ.એમ.ઈ મંત્રાલયના મંત્રી જીતનરામ માંઝી અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે.
આ અંગે યોજનએલ પત્રકાર પરિષદમાં પત્રકારોને વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ જે.કે.પટેલ, મંત્રી પરેશ હાંસઇિયા અને આ એક્ઝિબીશનના ચેરમેન અરુણ રોકડે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટ-૨૦૨૬ની આ ચોથી એડીશનનો ઉદ્ઘાટન સમારોહ આજે યોજાએલ.
આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાજકલટના સાંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા અને દર્શીતાબેન શાહ ઉપરાંત પ્લાસ્ટ ઈન્ડિયા ફાઉન્ડેશનનાં ચેરમેન રવિશ કામત, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસો.ના પ્રમુખ અનિશ પટેલ અને ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસો.ના પ્રમુખ સુનિલ શાહ વગેરે ઉપસ્થિત રહેશે.
આ એક્ઝિબીશનમાં પ્લાસ્ટિક મશીનરી, આનુષંગિક ઉપકરણો, મોલ્ડ અને ડાઈ, પેકેજિંગ મશીનરી, પેકેજિંગ સામગ્રી, ઉમેરણો, કાચો માલ, માસ્ટરબેચપ અદ્ય-તૈયાર ઉત્પાદનો, તૈયાર ઉત્પાદનો (પ્રોપ્લાસ્ટ), ઓટોમેશન, પરીક્ષણ ઉપકરણો અને ઈલેક્ટ્રિકલ ઉત્પાદનો વગેરે પ્રદર્શિત કરશે.
આ પ્રકારના એક્ઝીબીશનનો હેતુ સમજાવતા તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના એક્ઝીબીશનથી ગુજરાતના સમુદ્ર પ્લાીસ્ટક ઉદ્યોથોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળે છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં અત્યાધુનિક મશીનરી, નવીન ઉત્પાદનો અને પ્લાસ્ટિક ઉદ્યોગોમાં નવીનતમ તકનીકોનું જીવંત પ્રદર્શન રજૂ કરવામાં આવશે, જે વિવિધ ઉત્પાદન ઉદ્યોગોને સેવા આપરે. વ્યાપક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ ઝુંબેશ સાથે સૌરાષ્ટ્ર પ્લાસ્ટ ૨૦૨૬ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા માટે તૈયાર છે. જે તમને તેમના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પુરું પાડે છે. અને પ્લસ્ટિક ઉદ્યોગમાં વ્યવસાય વૃદ્ધિ અને નેટવર્કિંગ તકોને પ્રોત્સાહન આપે છે. તેમ જણાવાયું છે.
તસ્વીરમાં સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસીએશનના જે.પટેલ, પરેશ હાંસલીયા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:15 PM IST)










