<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાના પરીણામ સમયસર જાહેર કરોઃર૦૧૯ છાત્રોને પરીક્ષાની તક આપવાની NSUIની માંગ

 

રાજકોટ, તા. ર૭ :  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વહીવટી વિભાગની ગંભીર બેદરકારીની વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી  છે. આજે એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીના નેતૃત્‍વમાં યુનિવર્સિટી ખાતે ઝાલમુળીના પેકેટ સાથે દેખાવો કરી આવેદન પાઠવવામાં આવ્‍યું હતું.

એન.એસ.યુ.આઇ.ની યાદીમાં જણાવાયુ  છે કે જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૯માં ગ્રેજ્‍યુએશન અથવા માસ્‍ટર કોર્સમાં એડમિશન લીધેલું છે, પરંતુ કયાંક ને કયાંક વિધાર્થીઓને કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં અભ્‍યાસ પૂર્ણ ન થઈ શકયો હોય તેવા અનેક વિદ્યાર્થીઓ માત્ર ૧ કે ૨ વિષયમાં નાપાસ થવાને કારણે પોતાની ડિગ્રી પૂર્ણ કરી શકયા નથી. આ એક કે બે વિષય માટે પોતાનું ગ્રેજ્‍યુએશન અથવા તો માસ્‍ટર પૂર્ણ ના કરી શકયા ના હોઈ અને હવે ૫ વર્ષ વીતી ગયા હોવાથી, હવે તેઓ પરીક્ષા ફોર્મ ન ભરી શકે તેવા વિદ્યાર્થીઓને ફરી

એકવાર પરીક્ષા આપવાનો મોકો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે તેવી  માંગ છે.

ર.પરિણામોમાં ચાલતી ઘોર બેદરકારી અને અનિયમિતતા બંધ કરવાઃ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓના પરિણામોમાં મોટા પાયે અનિયમિતતાઓના કારણે વિદ્યાર્થી આલમમાં ભારે અસંતોષ વ્‍યાપ્‍યો છે. યુનિવર્સિટીના સતાધીશો દ્વારા વારંવાર એવું આશ્વાસન આપવામાં આવે છે કે પરિણામ ૪૫ દિવસમાં જાહેર કરી આપવામાં આવશે, પરંતુ અત્‍યારે વર્તમાનમાં ઘણા એવા કોર્ષની પરીક્ષાઓ લેવાઈ ચૂકી છે જેના ૩ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્‍યા નથી, જે યુનિવર્સિટી ઘોર બેદરકારી દર્શાવે છે. આવા અસાધારણ વિલંબના કારણે હજારો તેજસ્‍વી વિદ્યાર્થીઓનું આગળનું શૈક્ષણિક વર્ષ અને નોકરીની તકો જોખમમાં મુકાઈ રહ્યા છે.

(3:45 PM IST)