<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

જંગલેશ્વરના ખાણીપીણીના અને બિલોમાં કૌભાંડની આશંકા : કોંગ્રેસ

રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબ આપો : આસવાણી, ઝાલા, વિરાણી, હિરપરા

રાજકોટ, તા. ર૯ :  જંગલેશ્વરમાં ડિમોલીશન અંતર્ગત પાણીના બીલ પ્રશ્‍ને શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્‍દ્રસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ પટેલ નાગજીભાઈ વિરાણી, કોંગ્રેસ આગેવાનો લખાભાઈ ઉંધાડ, જયંતીભાઈ હિરપરા એ રાજકોટ મહાનગરપાલિકાએ બોડી બામણીનું ખેતર અને બાવો રખોલીયા જેવી સ્‍થિતિ  ગણાવી હતી.  સમયાંતરે મહાનગરપાલિકામાં કૌભાંડો ભ્રષ્ટાચારો ફલિત થઈ રહ્યા છે.

તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્‍તારમાં મેગા ડિમોલિશન દરમિયાન ખાણીપીણી, કાજુકતરી, પાણી, ડ્રોન, વિડીયોગ્રાફી અન્‍ય જે લાખોના બિલો પાસ થઈ ગયા છે અને અમુક બીલો કોન્‍ટ્રાક્‍ટરને ચુકવણું પણ કરી દેવામાં આવ્‍યું છે જ્‍યારે સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં આવેલ કેટલાક બિલો અંગે ફેર વિચારણા કરી અટકાવવામાં આવ્‍યા છે. 

રાજકોટ મહાનગરપાલિકાની છાપ સમગ્ર ગુજરાતમાં ખરડાઇ છે ત્‍યારે લાખોના બિલો અંગે વિજીલેન્‍સ તપાસ થવી જોઇએ. એવી અમારી માંગ છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા જંગલેશ્વર ડિમોલિેશન બાબતના તમામ બિલોની ઝીણવટ ભરી તપાસ કરી ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોય તો તે જવાબદાર વ્‍યકિતને દાખલા રૂપ સજા કરે તેવી આસવાણી ઝાલા, વિરાણીએ પત્રના અંતે માંગ ઉઠાવી છે

 

(3:11 PM IST)