<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

સીનીયર સીટીઝન કલબ દ્વારા રવિવારે અબોલ જીવોના લાભાર્થે સંગીત સંધ્‍યા

રાજકોટ, તા. ૪ : સીનીયર સીટીઝન મ્‍યુઝીકલ કલબ દ્વારા આગામી તા. ૭ના રવિવારે અબોલ જીવના લાભાર્થે ‘‘સંગીત સંધ્‍યા''નું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મ્‍યુઝીકલ કલબના આગેવાનોએ જણાવ્‍યું હતું કે તા. ૭ રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડૉ. નેહલ શુકલ અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ દિહોરા ઉપસ્‍થિત રહેશે.

સ્‍ક્રિપ્‍ટ હરિશભાઇ ત્રિવેદીએ તૈયાર કરી છે. જેમાં અમદાવાદના પ્‍લેબેક સીંગર પાર્થ પંડયા ઉપરાંત મુકેશભાઇ ત્રિવેદી, ભરતભાઇ ચાવડા, ધર્મેન્‍દ્ર વાઘેલા, જયેશભાઇ પોપટ, દિલીપસિંહ વાઘેલા, સંજયભાઇ પંડયા, કશ્‍યપભાઇ ઉપાધ્‍યાય, રવિભાઇ જોષી, બીનાબેન રાવલ, રશ્‍મીબેન અધ્‍વર્યુ, મિનલબેન વ્‍યાસ, હેપીબેન મહેતા અવાજનો જાદુ પાથરશે. ૭૦ થી ૮૦ના દાયકાના જુના કર્ણપ્રિય ગીતો રજુ થશે.

જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્ર, રાજકોટના લાભાર્થે યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર સીટીઝન મ્‍યુઝીકલ કલબના ચેરમેન દુષ્‍યંતભાઇ ઉપાધ્‍યાય, પ્રમુખ હિતેષભાઇ જોષી, મહામંત્રી પ્રદ્યુમનસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

કાર્યક્રમમાં પી.બી. ગળવાળા, ચંદુભાઇ ગોળવાળા, પ્રિયવદનભાઇ ભટ્ટનો સહયોગ મળેલ છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સીનીયર સીટીઝન મ્‍યુઝીકલ કલબના આગેવાનો નજરે પડે છે.

(2:55 PM IST)