News of Wednesday, 27th May 2026
રાજકોટ શિક્ષણ સમિતિ માટે પણ સેન્સ ! ભાજપની નવી પ્રણાલી
કુલ ૧૫ સભ્યોમાંથી ૩ સરકાર નિયુકત કરશે : જયારે ૧૨ સભ્યો માટે પાર્ટી ઇચ્છુક કાર્યકરોને સાંભળશે

રાજકોટ, તા.૨૭: આવતીકાલે મનપા પદાધિકારીઓની ચૂંટણી યોજાશે અને રાજકોટને ૨૩મા મેયર મળનાર છે, સાથે જ ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકના નામની પણ જાહેરાત થશે. ત્યારે ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની રચના માટે આ વખતથી સેન્સ પ્રક્રીયા હાથ ધરવામાં આવનાર છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ ૧૫ સભ્યો હોય છે, જેમાંથી ૩ની સરકાર દ્વારા નિયુકિત કરવામાં આવતી હોય છે. જેથી શહેર ભાજપ દ્વારા ૧૨ સભ્યો માટે સેન્સ લેવામાં આવનાર છે.
આ ૧૨ સભયોમાં ૩ શૈક્ષણીક લાયકાત ધરાવતા, ૧ અનુસુચિત જાતિ-જનજાતિમાંથી તથા ૮ સભ્યો સામાન્ય હોય છે. ત્યારે ભાજપ દ્વારા શહેરમાંથી મુખ્ય કાર્યકરોને શિક્ષણ સમિતિમાં સમાવેશ કરી લેવામાં આવતો હોય છે.
કોર્પોરેશનના પદાધિકારીઓની નિયુકતી કાલે થયા બાદ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે શિક્ષણ સમિતિમાં સમાવેશ થાય તે માટે લોબીંગ અત્યારથી જ ગતિમાન થઇ ચૂકયું છે
(3:39 PM IST)










