News of Wednesday, 30th September 2026
કાલે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં સેવાસેતુ કેમ્પ
ઘર આંગણે વિવિધ સેવાનો લાભ લેવા નાગરિકોને મેયર સહિતના પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ, તા.૩૦: સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાને ધ્યાને લઈ, નગરજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આવતીકાલે તા.૧ના સમય સવારે ૦૯:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી વિધાનસભા-૬૯ (પશ્ચિમ) વિસ્તારમાં કવિશ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ ખાતે બારમાં તબક્કાનો ‘સેવા સેતુ શહેરી' કાર્યક્રમ યોજાશે. તેમ મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ.હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા જણાવે છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.નેહલ શુક્લ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ નાગરિકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે, તે હેતુથી ‘સેવા સેતુ' કેમ્પમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ પર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવનાર હોઈ, આ તકે નાગરિકોને વધુને વધુ સેવાઓનો લાભ લેવા અનુરોધ અને અપીલ કરેલ છે.
(2:55 PM IST)










